Get The App

પેદા થતાં જ મારા પુત્રએ દમ તોડ્યો, પાર્થિવ દેહ સાથે જે કર્યું તેના કારણે આજે પણ નારાજ છે પત્ની: બી પ્રાકની હૈયાવરાળ

Updated: Nov 15th, 2024


Google NewsGoogle News
B Praak


B Praak: આજના સમયમાં પંજાબી સિંગર બી પ્રાકના ગીતો ભાગ્યે જ કોઈએ સાંભળ્યા નથી. સિંગર સેડ સોન્ગ માટે જાણીતો છે. મન ભરેયા, કિસ્મત, તેરી મિટ્ટી, કિસ મોડ તે જેવા ચાર્ટબસ્ટર ગીતો માટે જાણીતા આ ગાયક ભગવાન કૃષ્ણ અને રાધા રાણીમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે, એવામાં તે ઘણી વખત ભજન કીર્તન ગાતો પણ જોવા મળે છે. 

સિંગરે જીવનના સૌથી મુશ્કેલ તબક્કા વિશે કર્યો ખુલાસો

હવે તાજેતરમાં સિંગરે તેના જીવનના સૌથી મુશ્કેલ તબક્કા વિશે ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, 'તે સમય મારા માટે એવો હતો, જ્યારે સમગ્ર પરિવાર પર દુઃખનો પહાડ આવી ગયો હતો. આજ સુધી મારી પત્ની આ વાત માટે મારાથી નારાજ છે.'

જન્મતાની સાથે જ ગુમાવ્યો પુત્ર

તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં, બી પ્રાકે ખુલાસો કર્યો કે વર્ષ 2021-2022 મારા જીવનમાં ખૂબ જ મુશ્કેલ હતું. જેમાં પહેલા મારા કાકાનું અવસાન થયું અને આ ઘટનાને એક મહિનો પણ નથી થયો કે મારા પિતા પણ અમને છોડીને ગયા. ત્યારબાદ વર્ષ 2022માં મેં મારો નવજાત શિશુ ગુમાવ્યો. આ પછી મારા ઘરમાં જે વાતાવરણ ઊભું થયું તે શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી.' 

આ પણ વાંચો: 540 ફિલ્મો કરવા છતા ભાડાંના મકાનમાં રહે છે સ્ટાર અભિનેતા, માતાને ગિફ્ટ કર્યું છે આલિશાન ઘર

સિંગરે કહ્યું કે, 'જ્યારે જૂનમાં મારા બાળકનું અવસાન થયું, ત્યારે મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. હું સમજી શકતો ન હતો કે મારી પત્નીને કેવી રીતે સમજાવું. જ્યારે ડોક્ટરોએ મને આખો મામલો જણાવ્યો ત્યારે મને સમજાતું નહોતું કે શું કરવું.'

પત્નીએ આજ સુધી માફ નથી કર્યો 

આ બધી વાતો કહેતા બી પ્રાક ખૂબ જ ભાવુક થઈ ગયો. તેણે કહ્યું કે તેણે જીવનમાં સૌથી ભારે જે છે તે બાળકનું મૃત શરીર છે. મેં મારા જીવનમાં બાળકના શરીરથી વધુ વજનદાર વસ્તુ ક્યારેય ઉપાડી નથી. આ પછી હું જ્યારે પાછો હોસ્પિટલ પહોંચ્યો ત્યારે મીરાએ મારી સામે જોઈને કહ્યું, 'દફનાવીને આવ્યો ને? આ પહેલા મને એક વાર દેખાડી દીધું હોત તો'. તે ક્ષણે અમે બધું ગુમાવી દીધું હતું અને મારી પત્ની હજુ પણ ગુસ્સે છે કારણ કે તેને તે બાળકનો ચહેરો બતાવવામાં આવ્યો ન હતો. કારણ કે હું મારી પત્નીને ન ગુમાવી શકું, કેમ કે જો તેણે બાળકનો ચાહેતો જોયો હોત તો તે બચી શકી ન હોત. 

પેદા થતાં જ મારા પુત્રએ દમ તોડ્યો, પાર્થિવ દેહ સાથે જે કર્યું તેના કારણે આજે પણ નારાજ છે પત્ની: બી પ્રાકની હૈયાવરાળ 2 - image


Google NewsGoogle News