આયુષમાન રશ્મિકાની થામા આવતી દિવાળીએ રજૂ થશે
- સ્ત્રી ટૂના સર્જકોએ નવી ફિલ્મની રીલિઝ ડેટ જાહેર કરીે
- હોરર કોમેડીમાં પરેશ રાવલ અને નવાઝુદ્દિન સિદ્દિકી સહિતના કલાકારોઃ શ્રદ્ધાનો કેમિયો હોઈ શકે
મુંબઈ : તાજેતરમાં 'સ્ત્રી ટૂ' ફિલ્મ સુપરડુપર હિટ બની છે. આ જ ફિલ્મના સર્જકો દ્વારા નવી ફિલ્મ 'થામા'ની હવે ઓફિશિયલ જાહેરાત કરાઈ છે. આ ફિલ્મ આવતી દિવાળીએ રીલિઝ કરવાનું સત્તાવાર રીતે જાહેર કરાયું છે.
વિજયનગર સામ્રાજ્યનો રેફરન્સ ધરાવતી હોરર કોમેડી ફિલ્મ બની રહી છે અને તેમાં આયુષમાન ખુરાના તથા રશ્મિકા મંદાના કામ કરી રહ્યાં છે તેવી ચર્ચા લાંબા સમયથી હતી. પરંતુ, હવે આ ફિલ્મની સત્તાવાર રીતે જાહેરાત કરાઈ છે.
ફિલ્મમાં પરેશ રાવલ તથા નવાઝુદ્દિન સિદ્દિકી પણ છે. નવાઝુદ્દિન ફિલ્મમાં વિલન બનશે તેમ જાણવા મળે છે.
આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂરને પણ કેમિયો હોવાની ચર્ચા છે. 'સ્ત્રી ટૂ'ના સર્જકો દ્વારા તેમનું આગવું હોરર યુનિવર્સ રચવામાં આવી રહ્યું છે. 'સ્ત્રી ટૂ'માં વરુણ ધવનને તેની 'ભેડિયા' ફિલ્મના રોલમાં દર્શાવાયો હતો. આ સિલસિલો 'થામા'માં પણ આગળ વધી શકે છે.
શ્રદ્ધા કપૂરે આ ફિલ્મની જાહેરાતને આજે ઉત્સાહભેર આવકાર આપ્યો હતો તે પરથી તેના કેમિયો વિશે અટકળ થઈ રહી છે.