Get The App

'શ્રીવલ્લી' બોલિવૂડમાં હોરર કોમેડી ફિલ્મ કરશે, આયુષ્માન ખુરાના સાથે શુટિંગ શરૂ કર્યાની ચર્ચા!

Updated: Dec 13th, 2024


Google NewsGoogle News
Ayushmann Khurrana Rashmika Mandanna


Ayushmann Khurrana Rashmika Mandanna Team Up: હોરર કોમેડી ફિલ્મને લઈને દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તાજેતરની મુંજાની અપાર સફળતા બાદ, લોકોએ હોરર કોમેડી ફિલ્મ સ્ત્રી 2ના પણ ખૂબ જ વખાણ કર્યા છે. આ દરમિયાન, આદિત્ય સતપોદાર અને દિનેશ વિજન 'વેમ્પાયર્સ ઓફ વિજય નગર' નામની વધુ એક અનોખી હોરર કોમેડી બનાવવા આતુર છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાનાની પસંદગી કરવામાં આવી છે. 

અનોખી હોરર કોમેડીમાં જોવા મળશે આયુષ્માન અને રશ્મિકા 

આયુષ્માન આ પહેલા પણ દિનેશ વિજાન સાથે ફિલ્મ 'બાલા'માં કામ કરી ચૂક્યો છે. આ બંને વચ્ચે એક સુંદર ક્રિએટિવ બોન્ડ છે. આયુષ્માન ખુરાના અને દિનેશ વિજાન છેલ્લા ઘણા સમયથી 'વેમ્પાયર્સ ઓફ વિજય નગર' વિશે ચર્ચા કરી રહ્યા છે અને વર્ષ 2025ના અંત સુધીમાં ફિલ્મને ફ્લોર પર લઈ જવા માટે તૈયાર થઈ જશે. 

આ પણ વાંચો: કંગના રણૌતની ક્વીન ફિલ્મની સીકવલની તૈયારીઓ શરૂ

ટૂંક સમયમાં જ શરૂ થશે ફિલ્મનું પ્રિ-પ્રોડક્શન

સૂત્રોના જણાવ્યા અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં આયુષ્માન અને રશ્મિકાના પાત્રો ખૂબ જ અનોખા હશે. હાલમાં, ફિલ્મની સ્ક્રિપ્ટ પૂર્ણ થઈ રહી છે અને ટૂંક સમયમાં જ પ્રિ-પ્રોડક્શન સ્ટેજ પર પહોંચશે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરતા પહેલા, આયુષ્માન કરણ જોહરની અનટાઈટલ્ડ સ્પાય-થ્રિલર ફિલ્મનું અને અનુરાગ સિંહ દિગ્દર્શિત 'બોર્ડર 2'નું શૂટિંગ પૂરું  કરશે. આ દરમિયાન રશ્મિકા સલમાન ખાન સાથે ફિલ્મ 'સિકંદર'નું શૂટિંગ પૂર્ણ કરશે.

ફિલ્મ વર્ષ 2025માં આવી શકે છે સિનેમાઘરોમાં 

આ હોરર કોમેડી ફિલ્મમાં આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાના પહેલીવાર સિલ્વર સ્ક્રીન પર રોમાન્સ કરતા જોવા મળશે. ફિલ્મ સાથે જોડાયેલી વધુ માહિતી હાલમાં સામે આવી નથી. મેકર્સ ટૂંક સમયમાં તેની જાહેરાત કરી શકે છે. આ ફિલ્મ આવતા વર્ષે 2025માં સિનેમાઘરોમાં આવી શકે છે.


Google NewsGoogle News