Get The App

કોન્સર્ટમાં ચાહકે ઉડાવ્યા ડોલર, તો આયુષ્માન ખુરાનાએ કહ્યું એવું કે લોકોએ ખૂબ કરી પ્રશંસા

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
કોન્સર્ટમાં ચાહકે ઉડાવ્યા ડોલર, તો આયુષ્માન ખુરાનાએ કહ્યું એવું કે લોકોએ ખૂબ કરી પ્રશંસા 1 - image


Image: Facebook

Ayushmann Khurrana US Concert: આયુષ્માન ખુરાના યુએસ પ્રવાસ દરમિયાન પોતાના ગીતોની સાથે-સાથે વિનમ્રતાથી પણ દિલ જીતી રહ્યો છે. પોતાના બેન્ડ 'આયુષ્માન ભવ' ની સાથે શિકાગો, ન્યૂયોર્ક અને સેન જોસ જેવા શહેરોમાં પરફોર્મ કરતાં એક્ટર-સિંગરને અમેરિકામાં પોતાના બીજા કોન્સર્ટ દરમિયાન ચાહકોથી જોરદાર પ્રતિક્રિયા મળી છે પરંતુ તેના ન્યૂયોર્ક કોન્સર્ટમાં એક અજીબ ઘટના ઘટી જ્યારે એક ચાહકે સ્ટેજ પર આયુષ્માન પર ડોલર ઉડાવ્યા. આયુષ્માન ખુરાનાએ તે સમયે કોન્સર્ટને રોકી દીધી અને ચાહકને કહ્યું કે તે રૂપિયાને કોઈ ચેરિટીમાં દાન કરે. આયુષ્માનની આ ક્લિપ વાયરલ થઈ ગઈ છે. જેનાથી તેની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે.

આયુષ્માન ખુરાના પર ડોલર ઉડાવ્યા

એક યુઝરે સોશિયલ મીડિયા પર તેના રિએક્શનની પ્રશંસા કરતાં કહ્યું, 'એક લાઈવ કોન્સર્ટમાં આ પ્રકારની અપમાનજનક બાબત જોવી નિરાશાજનક છે. આયુષ્માન ખુરાનાના તાજેતરના NYC કોન્સર્ટ દરમિયાન જ્યારે તે ગાઈ રહ્યો હતો તો એક ચાહકે સ્ટેજ પર ડોલર ઉડાવ્યા. મ્યૂઝિકનો આનંદ લેવાના બદલે આ માણસે ખોટી રીતે પોતાની સંપત્તિને દર્શાવી.'

ચાહકે એક્ટરની પ્રશંસા કરી

આયુષ્માનના વખાણ કરતાં ચાહકે કહ્યું, 'પોતાની વિનમ્રતા માટે જાણીતા આયુષ્માને શો ને રોકી દીધો અને દર્શકોથી વિનમ્રતાપૂર્વક વિનંતી કરી કે તે આ પ્રકારના તુચ્છ ઈશારાના બદલે દાન કરવા પર વિચાર કરે. તેની પ્રતિક્રિયા શ્રેષ્ઠ હતી અને તેણે સારા કાર્ય માટે રૂપિયાને ખર્ચ કરવાનું પણ જણાવ્યું. આશા કરીએ છીએ કે આ ઘટના લાઈવ કોન્સર્ટમાં ભાગ લેનાર તમામ લોકો અને કલાકારોને યાદ રહેશે.'

આ પણ વાંચો: આરાધ્યાના બર્થ ડેએ ઐશ્વર્યા કે અભિષેક કોઈએ પોસ્ટ ન કરી

અમેરિકામાં 8 વર્ષ બાદ પહોંચ્યો આયુષ્માન

આયુષ્માનનો અમેરિકી પ્રવાસ આઠ વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય સ્ટેજ પર તેની વાપસીથી થયો છે. પાંચ શહેરોના પ્રવાસમાં શિકાગો, ન્યૂયોર્ક, સાન જોસ, ન્યૂ જર્સી અને ડલાસ સામેલ છે.

આયુષ્માનની આગામી ફિલ્મ

આયુષ્માન મેડોક ફિલ્મ્સની આગામી 'થામા' માં નજર આવશે, જે બ્લોકબસ્ટર હોરર-કોમેડી યુનિવર્સનો ભાગ છે. દિવાળી 2025માં રિલીઝ માટે તૈયાર આ ફિલ્મ હોરર અને રોમાન્સનું મિક્સચર છે. 


Google NewsGoogle News