આયુષ્માન ખુરાના ને યશરાજની નવી થ્રીલર ફિલ્મ મળી
- કાલા પાણીના સર્જકો પણ સહ નિર્માતા
મુંબઈ : આયુષ્માન ખુરાના ને એક નવી થ્રીેલર ફિલ્મ મળી છે આ ફિલ્મ યશરાજ ફિલ્મ દ્વારા બનાવવામાં આવી રહી છ.ે ફિલ્મનું શૂટિંગ હજુ છ મહિના પછી શરૂ થશે. હાલ ફિલ્મનું ફ્રી પ્રોડક્શન નું કામ ચાલી રહ્યું છે કાલા પાની જેવો બહુ વખણાયેલો થ્રીલર શો બનાવનારા સર્જકો પણ આ ફિલ્મ સાથે સંકળાયેલા છે. ફિલ્મનું દિગ્દર્શન સમીર સક્સેના કરવાના છે. જોકે આ ફિલ્મને હજી સુધી કોઈ ટાઈટલ અપાયું નથી.
ફિલ્મની બાકીની કાસ્ટ તથા અન્ય બાબતોની ઘોષણા ટૂંક સમયમાં થઈ શકે છે.