હવે બનશે સૌરવ ગાંગુલીની બાયોપિક, આયુષ્યમાન ખુરાના મુખ્ય ભૂમિકામાં, ડાબોડી બેટિંગ શીખવી પડશે

આયુષ્માન ખુરાના પણ ડાબોડી હોવાથી નિર્માતાઓની પહેલી પસંદ હતો

Updated: Jan 12th, 2024


Google NewsGoogle News
હવે બનશે સૌરવ ગાંગુલીની બાયોપિક, આયુષ્યમાન  ખુરાના મુખ્ય ભૂમિકામાં, ડાબોડી બેટિંગ શીખવી પડશે 1 - image


આયુષ્યમાન ખુરાનાએ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીની બાયોપિક માટે તૈયારી શરુ કરી દીધી છે. તે થોડા મહિના સુધી ક્રિકેટની તાલીમ લેશે.  આ ફિલ્મનું દિગ્દર્શન 'ઉડાન,','લૂટેરા', 'ભાવેશી જોશી સુપર હીરો' અને ' જ્યુબિલી' સહિતના પ્રોજેક્ટસના સર્જક વિક્રમાદિત્ય મોટવાણે કરી રહ્યા છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, ગયા વર્ષથી આયુષ્માન ખુરાના આ ફિલ્મ માટે વાતચીત કરી રહ્યો હતો. સૌરવ ગાંગુલીની બાયોપિક માટે આયુષ્માન જ નિર્માતાઓની પ્રથમ પસંદગી હતો. તેનું કારણ એ હતું કે, આયુષ્માન ખુરાના પણ ડાબોડી છે, જેથી તે બેટિંગ કરે ત્યારે નેચરલ લાગે.  હવે તેણે આ ફિલ્મ સાઈન કરી દીધી છે અને ખૂબ ઝડપથી આ રોલની તૈયારી શરૂ કરશે. જો કે આ ફિલ્મના શૂટિંગની ટાઇમલાઇનનો નિર્ણય હજુ લેવામાં આવ્યો નથી. આ ફિલ્મનું શૂટિંગ 2024ના સેકન્ડ હાફમાં શરૂ થાય તેવી શક્યતા છે. 


Google NewsGoogle News