લાંબા સમય પછી અલગ લુકમાં જોવા મળી અભિનેત્રી આયશા ટાકિયા, યુઝર્સ થયા આશ્ચર્યચકિત
ચહેરો પર સોજો અને વધેલા વજન સાથે જોવા મળી અભિનેત્રી
આયશા ટાકિયા તેના પુત્ર સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી
Image Social Media |
AYESHA TAKIA: વોન્ટેડ ફિલ્મમાં સલમાન સાથે કામ કરી ચુકેલી અભિનેત્રી આયશા ટાકિયાને જોઈ યુઝર્સ એકવાર તો ઓળખી પણ ન શક્યા. કારણ કે અભિનેત્રી લાંબા સમય બાદ જાહેરમાં જોવા મળી હતી. કારણ કે તેના ચહેરા પર સોજો આવી ગયો હતો અને તે બિલકુલ અલગ દેખાતી હતી. આયશાને એક અલગ જ લુકમાં જોતા ફેન્સ પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ચહેરા પર સોજો અને વધેલા વજન સાથે જોવા મળી અભિનેત્રી
આયશા ટાકિયા ઘણા સમયથી અભિનયની દુનિયાથી દૂર છે. લગ્ન બાદ તે ફેમિલીમાં વ્યસ્ત થઈ ગઈ છે. શુક્રવારના રોજ તે ઘણા લાંબા સમય પછી મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. પાપારાજીએ તેની તસવીરો શેર કરી તેના પછી યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વાયરલ ભાયાણીએ થોડા કલાકો પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, સલમાન ખાન સાથે કામ કરી ચુકેલી એક્ટ્રેસ આયશા ટાકિયા લાંબા સમય બાદ જોવા મળી છે. તેમા જોઈ શકાય છે કે તેના ચહેરા પર સોજો આવી ગયો છે અને તે બિલકુલ અલગ દેખાય છે. વીડિયોમાં તેને ઓળખવી પણ મુશ્કેલ લાગે છે.
આયશા ટાકિયા તેના પુત્ર સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં આયશા ટાકિયા બ્લૂ કલરનો પ્રિન્ટેડ સૂટ પહેરેલી જોવા મળી રહી છે અને તેના વાળ ખુલ્લા છે. આ ઉપરાંત તેનું વજન પણ ઘણુ વધેલું જોવા મળી રહ્યું છે અને તેના ચહેરા પર સોજો દેખાય છે. અભિનેત્રીનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડિયો શેર કરતી વખતે વિરલ ભાયાણીએ લખ્યું, ‘આયેશા ટાકિયા તેના પુત્ર સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી.’ પરંતુ નવાઈની વાત એ છે કે આ અભિનેત્રી ઘણા લાંબા સમય પછી જોવા મળતાં યુઝર્સ તેને જલ્દી ઓળખી ન શક્યા.