અયાન મુખર્જીને વોર-ટુના દિગ્દર્શન માટે 32 કરોડની ઓફર
હૃતિક રોશન ફિલ્મમાં લીડ ભૂમિકા ભજવી રહ્યો છે
મુંબઇ: અયાન મુખર્જીના દિગ્દર્શનની બ્રહ્માસ્ત્ર તગડી એકશન ફ્રેન્ચાઇઝીમાંની એક હતી.હવે દિગ્દર્શકને વોર ટુના દિગ્દર્શનની કમાન સોંપવામાં આવી છે. જેમાં હૃતિક રોશન મુખ્ય રોલમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મ માટે અયાનને તગડી રકમ ઓફર કરવામાં આવી છે.
ન્યુઝ પોર્ટલના અનુસાર, અયાન મુખર્જીએ વોર ટુનું દિગ્દર્શન કરવા માટે ૩૨ કરોડ મહેનતાણું લીધું છે. તે આ ફિલ્મનું પ્રી-પ્રોડકશન કામ જલદી જ શરૂ કરશે અનેનવેમ્બર મહિનાથી શૂટિંગ શરૂ કરશે. વોર ટુમાં હૃતિક રોશન લીડ રોલમાં છે. આ ફિલ્મને રિલીઝ કવાની યોજના ૨૦૨૪ના અંતમાં અથવા તો ૨૦૨૫ની શરૂઆતમાં કરવામાં આવશે.
યશરાજ ફિલ્મસની આ છઠ્ઠી સ્પા યુનિવર્સ હશે. જેમાં એક થા ટાઇગર, ટાઇગર જિન્દા હૈ, વોર, પઠાન અને ટાઇગર થ્રીનો સમાવેશ છે. આ ઉપરાંત ટાઇગર વર્સીસ પઠાન પણ આવવાની છે જેમાં શાહરૂખ અને સલમાન ખાન જોવા મળવાના છે.
કરણ જોહરની ઇચ્છા હતી કે, અયાન મુખર્જી પહેલા તેની બ્રહ્માસ્ત્રની સિકવલનું દિગ્દર્શન શરૂ કરે.
પરંતુ અયાને વોર ટુ હાથમાં લઇને બ્રહ્માસ્ત્રને હાલ બાજુ પર મુકી દીધી છે. પરિણામે કરણ જોહર નારાજ થયો છે.