ઐશ્વર્યા રાય સીમા એવોર્ડસ દ્વારા બેસ્ટ એક્ટ્રેસ ક્રિટિક્સ એવોર્ડથી સમ્માનિત
- આ એવોર્ડ ફંકશનમાં પુત્રી આરાધ્યા બની માતાની સપોર્ટ સિસ્ટમ
મુંબઇ: દુબઇમાં સીમા ૨૦૨૪ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાઉથ ઇન્ડિયન ફિલ્મ પોન્નિયન સેલવન ઃ ટુમાં પોતાની શાનદાર ભૂમિકા માટે ઐશ્વર્યા રાયેને સર્વશ્રેષ્ઠ અભિનેત્રી ક્રિટિક્સએવોર્ડથી સમ્માનિત કરવામાં આવી હતી.
ઐશ્વર્યા રાય બચ્ચને મણિરત્નમની પોન્યિન સેલવન ટુમાંનંદિની અને મંદાકિની દેવીની એમ બેવડી ભૂમિકા ભજવી હતી. આ ઇવેન્ટમાં અભિનેત્રી સાથે તેની પુત્રી આરાધ્યા બચ્ચન પણ આવી હતી. માતાને એવોર્ડ મળ્યાની તસવીર આરાધ્યાએ ક્લિક કરી હતી. એવોર્ડ મેળવ્યા બાદ ઐશ્વર્યાએ એક વિનિંગ સ્પીચ આપીહતી જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી.ઐશ્વર્યાને મંચ પર ફિલ્મ નિર્માતા કબીર ખાને પુરસ્કાર આપ્યો હતો.
વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે, આરાધ્યા પોતાની માતાની તસવીરો ક્લિક કરી રહી છે. પોતાની માતાની વિનિંગમોમેન્ટને દીકરીએ વધુ સ્પેશિયલ બનાવી હતી. ઐશ્વર્યાને એવોર્ડ મળવા પરઆરાધ્ય વધુ એકસાઇટેડ જોવા મળી હતી. તેણે ઐશ્વર્યાને એવોર્ડ મળવાથી લઇને સ્પીચની દરેક ક્ષણને ફોનમાં રેકોર્ડ કરી હતી. ઐશ્વર્યાએ ઇવેન્ટ યોજાઇ હતી એ સ્થળની બહાર એકઠા થયેલા તેના પ્રશંસકોની સાથે સેલ્ફી પણ લીધી હતી.