Get The App

ઈમ્તિયાઝ અલીના નવા પ્રોજેક્ટમાં અદિતી રાવ સાથે અવિનાશ તિવારી

Updated: Feb 8th, 2025


Google NewsGoogle News
ઈમ્તિયાઝ અલીના નવા પ્રોજેક્ટમાં અદિતી રાવ સાથે અવિનાશ તિવારી 1 - image


- ઓ સાથી રે ને ઓટીટી પર રીલિઝ કરાશે

- લગ્નેતર સંબંધો પર આધારિત કથાઃઅહેસાસ ચન્ના અને અર્જુન રામપાલની પણ ભૂમિકા

મુંબઇ : ઈમ્તિયાઝ અલીની  ઓટીટી પ્લેટફોર્મ માટે  'ઓ સાથી રે' ટાઈટલથી લગ્નેતર સંબંધો પર આધારિત એક પ્રોેજેક્ટ હાથ ધરી રહ્યો છે. આ મોટાભાગે એક વેબ સીરિઝ હશે તેવું મનાય છે. તેમાં અવિનાશ તિવારી સાથે અદિતી રાવ હૈદરીની જોડી જોવા મળશે. ફિલ્મમાં  અર્જુન રામપાલ તથા અહેસાસ ચન્ના પણ મહત્વની ભૂમિકામાં છે.  આ કલાકારો સ્ક્રિપ્ટ રીડિંગ સેશન વખતે સાથે જોવા મળ્યાં હતાં. શૂટિંગ આ મહિનાના અંતથી શરુ થવાનું છે. ઈમ્તિયાઝ અલીએ જ અવિનાથ તિવારીને તૃપ્તિ ડિમરી સાથે 'લૈલા મજનૂ' ફિલ્મથી બ્રેક આપ્યો હતો. આ ફિલ્મ તાજેતરમાં રી રીલિઝ થઈ ત્યારે મૂળ રીલિઝ કરતાં પણ વધારે કમાઈ હતી. 

જોકે, આ વખતે ઈમ્તિયાઝ ડિરેક્શન નહિ કરે પરંતુ માત્ર લેખક અને નિર્માતા તરીકે જ છે. તેનો ભાઈ આરિફ અલી દિગ્દર્શન કરવાનો છે. 


Google NewsGoogle News