અવંતિકા ગૌર રૂપેરી પડદે ડેબ્યુ કરી રહી છે
- ટીવી સિરીયલમાં આનંદીનું પાત્ર ભજવીને લોકપ્રિય થઇ હતી
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.22 જાન્યુઆરી 2021, શુક્રવાર
સિરીયલ બાલિકા બધૂમાં નાનકડી આનંદીનું પાત્ર ભજવનાર અવંતિકા ગોર આજે રૂપેરી પડદે ડેબ્યુકરવા તૈયાર થઇ ગઇ છે. જેની જાણકારીઅવંતિકાએ પોતે જ સોશિયલ મીડિયા પર શેર કરીને આપી છે.
અવંતિકાએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ પર બે તસવીરો શેર કરી છે. સાથે કેપ્શન આપ્યું છે કે, ઔર શરૂ હુઇ શૂટિંગ. તસવીરમાં તે વ્હાઇટ ટોપ અને બ્લૂ જીન્સ પહેરેલી જોવા મળે છે. તેના ચહેરા પરનો ઉત્સાહ જોઇને લાગે છે કે તે આવનારી ફિલ્મ માટે રોમાંચિત છે.
અવંતિકાની આવનારી ફિલ્મ કહાની રબર બેન્ડ કી છે. જેની વાર્તા બનારસની આસપાસ ગુંથાયેલી છે. જેનું ટીઝર પણ તેણે તાજેતરમાં શેર કર્યું હતું. ફિલ્મમાં અવિંતિકા સાથે મુખ્ય હીરો તરીકે મનીષ સાયસિંધાની જોવા મળશે. આ જોડી આ પહેલા સસુરાલ સિમર કા સીરિયલમાં જોવા મળી હતી. જેમાં તેમની કેમેસ્ટ્રી વખણાઇ હતી. આ ઉપરાંત આ ફિલ્મમાં બોલીવૂડની પીઢ અભિનેત્રી અરુણા ઇરાની પણ જોવા મળવાની છે.
અવંતિકાએ આ ફિલ્મના પાત્રને ન્યાય આપવા માટે વજન ઘટાડયું છે.