Get The App

એરપોર્ટ પર ફેનનો ધક્કો વાગતાં શાહરૂખ ગબડી પડતાં બચ્યો

Updated: Sep 27th, 2024


Google NewsGoogle News
એરપોર્ટ પર ફેનનો ધક્કો વાગતાં શાહરૂખ ગબડી પડતાં બચ્યો 1 - image


મુંબઈ : શાહરુખ ખાન આજે સવારે મુંબઈ એરપોર્ટ પર ચાહકોની ભીડ વચ્ચે ગબડી પડતાં બચ્યો હતો. શાહરુખ એક એવોર્ડ નાઈટમાં ભાગ લેવા માટે અબુધાબી જઈ રહ્યો હતો. તેની સાથે તેના પર્સનલ બોડીગાર્ડઝ પણ હતા. શાહરુખ કારમાંથી બહાર નીકળ્યો તે પછી સલામતી રક્ષકોએ તેની ફરતે ઘેરો રચી દીધો હતો.જોકે, તેમ છતાં પણ ચાહકો તેને જોઈને બેકાબુ બની ગયા હતા અને તેઓ સલામતી ઘેરાની અંદર પહોંચી ગયા હતા. એક યુવતી પોલીસ જવાનો તથા અન્ય સલામતી જવાનોને ચકમો આપીને શાહરુખની નજીક જવા માટે ધસી ગઈ હતી. તે વખતે તેના ધક્કાથી શાહરુખે સંતુલન ગુમાવ્યું હતું. જોકે, તેણે તરત જ પોતાની જાતને સંભાળી લીધી હતી. 

આ ઘટના પછી પણ શાહરુખે ઉશ્કેરાયા વિના કે અસ્વસ્થ થયા વિના ચાહકોનું અભિવાદન કર્યું હતું. 

આ વીડિયો વાયરલ થતાં નેટ  યૂઝર્સ દ્વારા સ્ટાર્સને મળવા કે તેમની સાથે સેલ્ફીના  ક્રેઝ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. દરમિયાન કેટલાક નેટ યૂઝર્સે શાહરુખે જે રીતે સ્વસ્થતા અને શાંતિ જાળવી રાખ્યાં તેની પ્રશંસા પણ કરી હતી. ચાહકોએ લખ્યું હતું કે તેની જગ્યાએ અન્ય કોઈ સ્ટાર હોત તા તેણે કદાચ ઉશ્કેરાઈને ખરીખોટી સંભળાવી હોત કે  તોછડું વર્તન કર્યું હોત. પરંતુ, શાહરુખે તેનો ગ્રેસ જાળવી રાખ્યો છે .


Google NewsGoogle News