અશ્વત્થામાનો પ્રોજેક્ટ આગળ વધશે પરંતુ વિકી કૌશલની બાદબાકી
- નવા નિર્માતાઓ વિકી પર 235 કરોડનો દાવ લગાડવા તૈયાર નથી
- બોલીવૂડની અત્યારની બજાર પરિસ્થિતિને જોતાં રણવીર કે હૃતિક જેવા સેલેબલ સ્ટારને કાસ્ટ કરવાની વિચારણા
મુંબઇ : લગભગ બે કરતાં વધારે વર્ષથી ધી ઈમ્મોર્ટ્લસ ઓફ અશ્વત્થામાં પ્રોજેક્ટ ચર્ચામાં છે. અગાઉ આ ફિલ્મ બજેટના અભાવે બંધ કરાયાના સમાચાર હતા. એ બાદ સમાચાર આવ્યા કે ફિલ્મ ફરી બની રહી છે. હવે નવી અપડેટ એવી છે કે ફિલ્મ કદાચ આગળ વધશે પરંતુ તેમાં વિકી કૌશલને પડતો મુકી દેવાશે.
આ પ્રોજેક્ટ મૂળ આદિત્ય ધરનો છે. ઊરી ધી સર્જિકલ સ્ટ્રાઈકના સર્જક આદિત્યને વિકીની ક્ષમતા પર પૂરેપૂરો ભરોસો છે. બંને વચ્ચે બહુ સારું બોન્ડિંગ પણ છે. આદિત્યએ પોતે વિકીને લઈને જ અશ્વત્થામા બનાવશે એવું જાહેર કર્યા પછી વિકીએ તેની તૈયારીઓ પણ શરુ કરી દીધી હતી.
જોકે, બજેટના અભાવે આદિત્યએ આ પ્રોજેક્ટ થોડા સમય માટે સાઈડમાં મુકી દેવો પડયો હતો. હવે તેને નવા નિર્માતા સાંપ્ડાય છે પરંતુ નવા નિર્માતાનું માનવું છે કે અત્યારે બોલીવૂડમાં બજાર બહુ જ ખરાબ તબક્કામાં છે.
આ સંજોગોમાં વિકી જેવા કમર્શિઅલ સફળતાની ગેરન્ટી ન આપી શકે તેવા સ્ટાર પર આટલું મોટું જોખમ લેવાય નહીં.
આ ફિલ્મનું બજેટ અત્યારથી ૨૩૫ કરોડનું ગણાય છે અને ફિલમ બનતાં બનતાં તે અનેકગણું વધી શકે છે. હાલ વિકી કૌશલ લોકપ્રિય કલાકાર છે પરંતુ રણવીર કે અક્ષય કુમાર જેવો કમર્શિઅલ સ્ટાર પાવર તેની પાસે નથી. તેને બદલે નિર્માતા રણવીર નહીં હૃત્વિક જેવા સ્ટારને સજેસ્ટ કરી રહ્યા છે.
ફિલ્મનાં કાસ્ટિંગ અંગે આગામી દિવસોમાં કોઈ સત્તાવાર ઘોષણા થઈ શકે છે.