Get The App

અશ્નીર ગ્રોવરે ફરી સલમાન ખાનને છંછેડ્યો, કહ્યું- એણે ફાલતુમાં પંગો લીધો, નામ નથી જાણતો તો..

Updated: Feb 2nd, 2025


Google NewsGoogle News
Ashneer Grover-Salman Khan


Ashneer Grover Words Went Wrong On Salman Khan: જાણીતા બિઝનેસમેન અશ્નીર ગ્રોવર અને બોલીવૂડ અભિનેતા સલમાન ખાન વચ્ચેનો અણબનાવ ઓછો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. થોડા સમય પહેલા અશ્નીર ગ્રોવરનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે કહી રહ્યા છે કે 'મે બ્રાન્ડ શૂટ માટે સલમાનને 7 કરોડ રૂપિયા  આપ્યો હતા, પરંતુ તેમની ટીમે મારી સાથે છેતરપિંડી કરી.' આ વીડિયો વાયરલ થયો ત્યારબાદ અશ્નીર બિગ બોસ પહોંચ્યા હતા જ્યાં સલમાને તેને ઠપકો આપ્યો હતો. આ દરમિયાન અશ્નીરનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેણે જણાવ્યું હતું કે, 'સલમાને મારી સાથે ફાલતુમાં પંગો લીધો છે.'

'તમે મને કેમ બોલાવ્યો?'

અશ્નીર ગ્રોવર તાજેતરમાં NIT કુરુક્ષેત્ર પહોંચ્યા હતા. આ દરમિયાન વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે સલમાન ખાન અંગે જણાવ્યું હતું કે, 'મે બિનજરૂરી મુશ્કેલી ઊભી કરીને પોતાની સ્પર્ધા ઊભી કરી છે. હું ત્યાં શાંતિથી ગયો, મને બોલાવવામાં આવ્યો. નાટક રચવા માટે, કહો કે હું તમને મળ્યો પણ નથી. તમને તમારું નામ પણ ખબર નથી. અરે, જો મારૂ નામ ખબર નથી તો પછી તમે મને કેમ બોલાવ્યો?'

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'હું તમને એક વાત કહી દઉં, જો તમે મારી કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર હોત અને મને મળ્યા વિના તમે બ્રાન્ડ એમ્બેસેડર બન્યા હોત, તો આ શક્ય ન બની શકે.'

શું છે સમગ્ર મામલો?

થોડા સમય પહેલા, શાર્ક ટેન્ટના જજ અને ભારત પેના સ્થાપક અશ્નીર ગ્રોવરનો એક વીડિયો વાયરલ થયો હતો. આમાં તેણે સલમાન વિશે વાત કરી હતી. વીડિયોમાં અશ્નીર કહેતો જોવા મળ્યો હતો કે, 'સલમાનની ટીમે બ્રાન્ડ એમ્બેસેડર બનવા માટે 7 કરોડ રૂપિયા માંગ્યા હતા, પરંતુ બાદમાં સલમાન માત્ર 4.5 કરોડ રૂપિયામાં જાહેરાત કરવા માટે સંમત થયો. તેમણે શાંત સ્વરમાં અભિનેતાની ટીકા પણ કરી.'

વીડિયો વાયરલ થયા પછી અશ્નીર બિગ બોસ 18માં પહોંચ્યા હતા, જ્યાં સલમાને તેને જોરદાર રોસ્ટ કર્યો હતો. આ સમય દરમિયાન, અશ્નીરે પોતાના શબ્દો માટે માફી માંગી હતી. સલમાને કહ્યું કે, 'હું ક્યારેય અશ્નીરને મળ્યો નથી, કે તેણે ક્યારેય કોઈ કરાર પર હસ્તાક્ષર કર્યા નથી.'

અશ્નીર ગ્રોવરે ફરી સલમાન ખાનને છંછેડ્યો, કહ્યું- એણે ફાલતુમાં પંગો લીધો, નામ નથી જાણતો તો.. 2 - image


Google NewsGoogle News