ચાર દિવસમાં જ 'Tejas' ધડામ....! ફિલ્મ ન ચાલી તો વિફરી કંગના રનૌત, ખરાબ ઈચ્છનારાઓ પર ભડકી

Updated: Oct 30th, 2023


Google NewsGoogle News
ચાર દિવસમાં જ 'Tejas' ધડામ....! ફિલ્મ ન ચાલી તો વિફરી કંગના રનૌત, ખરાબ ઈચ્છનારાઓ પર ભડકી 1 - image


નવી દિલ્હી,તા. 30 ઓક્ટોબર 2023, સોમવાર 

કંગના રનૌતની 'તેજસ' 27 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને હવે રિલીઝના ચાર દિવસમાં જ બોક્સ ઓફિસ પર 'તેજસ' ફેંકાઇ ગઇ હોય તેમ લાગે છે.  

અહેવાલ છે કે 60 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે બે દિવસમાં માત્ર 2.50 કરોડની કમાણી કરી છે. 

કંગના રનૌતની ફિલ્મ 'તેજસ'ને સમીક્ષકો તરફથી સારા રિવ્યુ મળ્યા નહીં અને બોક્સ ઓફિસ પર કલેક્શન પણ ઘણું ઓછું રહ્યું હતું. જેને લઇને કંગનાએ એક પોસ્ટ પણ શેર કરી છે.

કંગનાએ કહ્યું કે નિયતિએ તેને જીવનમાં કેટલીક ખાસ વસ્તુઓ કરવા માટે મોકલી છે. તેણે એ પણ જણાવ્યું કે કેવી રીતે તેણે પોતાનું સપનું સાકાર કરવા માટે 15 વર્ષની ઉંમરે હિમાચલ પ્રદેશ છોડી દીધું.

જો તેજસ ફિલ્મની કમાણીની વાત કરીએ તો...

  • પહેલા દિવસે 1.11 કરોડ રૂપિયાનું કલેક્શન
  • બીજા દિવસે  2.51 કરોડ રૂપિયા
  • ત્રીજા દિવસે 3.12 કરોડ રૂપિયાની 

સેકનિલ્કના પ્રારંભિક ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, 'તેજસ'ની સોમવારની કમાણી ખૂબ જ નિરાશાજનક છે. તેણે માત્ર 1 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે 4 દિવસમાં 'તેજસ'ની કુલ કમાણી હવે 7.74 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

કંગનાએ કહ્યું, 'જે લોકો મારું ખરાબ ઇચ્છે છે, તેમનું જીવન હંમેશા દુ:ખથી ભરેલું રહેશે, કારણ કે તેઓએ તેમના જીવન દરમિયાન દરરોજ મારો મહિમા જોવો પડશે. મેં 15 વર્ષની ઉંમરે કંઈપણ કર્યા વગર ઘર છોડી દીધુ હતુ અને ત્યારથી હું સતત મારા ભાગ્યને સારુ કરવાનો પ્રયત્નમાં છું.

કંગનાએ તેના એક પ્રશંસકની પોસ્ટનો જવાબ આપતાં આ ટ્વિટ કરતા લખ્યુ કે, 'એ લોકોને ખૂબ શરમ આવવી જોઈએ કે જેઓ એક એવી છોકરીનું ખરાબ ઇચ્છી રહ્યાં છે જેણે પોતાના દમ પર પોતાને બનાવી છે, જે આઉટસાઇડર છે, જેણે બોલીવુડની રુઢિવાદીતાને તોડી છે, મુર્ખોનું આ જુંડ ખુબજ મોટુ છે, તમને પ્રેમ અને શક્તિ મળે કંગના. 

સર્વેશ મેવાડા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'તેજસ'માં કંગના તેજસ ગિલ નામના બહાદુર પાયલોટની ભૂમિકા ભજવી રહી છે. 'તેજસ'માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં સામેલ તેજસ ગિલ પોતાની બહાદુરીથી દેશને ગર્વ કરાવતી જોવા મળે છે. જો કે, આ ફિલ્મ અપેક્ષાઓ કરતાં ઓછું પ્રદર્શન કરી રહી છે અને ત્રણ દિવસમાં માત્ર 3.80 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકી છે.


Google NewsGoogle News