પુષ્પા ટુને ડિસેમ્બરમા રિલીઝ કરવાની હોવાથી શૂટિંગનું ટીમ પર પ્રેશર

Updated: Jul 7th, 2024


Google NewsGoogle News
પુષ્પા ટુને ડિસેમ્બરમા રિલીઝ કરવાની હોવાથી  શૂટિંગનું ટીમ પર પ્રેશર 1 - image


- 31 ઓગસ્ટ સુધી ફિલ્મનું શૂટિંગ પુરુ કરવું પડશે

મુંબઇ : અલ્લુ અર્જુનની પુષ્પા ટુના ડેવલપમેન્ટ પર સતત અપડેટસ આવતા રહે છે. આ ફિલ્મને ડિસેમ્બર મહિનામાં રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તેથી આ ફિલ્મનું શૂટિંગ ૩૧ ઓગસ્ટ સુધી પુરુ થઇ જવું જરૂરી છે. તેથી ફિલ્મની ટીપ પર શૂટિંગ સમયસર પુરુ કરવાનુ દબાણ આવી ગયું છે. 

આ ફિલ્મને પહેલા ઓગસ્ટમાં રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ ફિલ્મનો એડિટર અધવચ્ચે જ છોડીને જતો રહ્યો હતો.આ પછીથી સમચાાર હતા કે પુષ્પા ટુને ફરીથી શૂટ કરવામાં આવશે. થોડા પેચવર્કસ અને હિસ્સાઓને રી-શૂટ કરવામાં આવવાના હતા. પરિણામે પુષ્પા ટુનું કામકાજ ધીરે ધીરે આગળ વધી રહ્યુ ંહતું. પરંતુ હવે અપડેટ છે કે, ટીમને ૩૧ ોગસ્ટ સુધીમાં શૂટિંગ પુરુ કરવાની સૂચના આપવામાં આવી છે. તો જ આ ફિલ્મને ડિસેમ્બરમાં રિલીઝ કરી શકાસે. 

પુષ્પા ટુની ટીમ સતત રાત-દિવસ કામ કરી રહી છે. ત્રણ યુનિટ સતત કામ કરી રહ્યા છે. ફિલ્મનો દિગ્દર્શક પ્રેશર હેઠળ લોકો પાસે કામ કરી રહ્યો છે. 


Google NewsGoogle News