બોલિવૂડમાં TVના 'શ્રીરામ'ની બોલબાલા! અરૂણ ગોવિલ હવે ફિલ્મ માટે લે છે મોટી રકમ
નવી દિલ્હી, તા. 28 ફેબ્રુઆરી 2024, બુધવાર
આજે પણ જ્યારે આપણે ભગવાન શ્રી રામની વાત કરીએ છીએ ત્યારે એક તસવીર આપણી સામે આવે છે, જે છે રામાયણ સિરિયલમાં રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલ. અરુણ ગોવિલે રામનું પાત્ર એટલું સરસ ભજવ્યું હતું કે, વાસ્તવિક જીવનમાં પણ લોકો તેને 'રામ' સમજીને તેના પગ સ્પર્શ કરે છે, પરંતુ રામનો રોલ કરનાર અરુણ ગોવિલ આજે કેટલી ફી લે છે તે કદાચ તમને ખબર નહીં હોય.
રામાયણના પાત્ર માટે મળી હતી આટલી ફી
વર્ષ 1985માં, રામાનંદ સાગરની સિરિયલ 'રામાયણ' દૂરદર્શન પર પ્રથમ વખત પ્રસારિત કરવામાં આવી હતી. આ સિરિયલ લોકોને ખૂબ પસંદ પડી હતી એ સમયમાં તો સિરિયલની સામે લોકો આરતીની થાળી લઇને બેસતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે સમયે અરુણ ગોવિલને એક એપિસોડ કરવા માટે રૂ. 51,000 ફી મળતી હતી. સિરિયલના કુલ 81 એપિસોડ પ્રસારિત થયા હતા. આ રીતે અરુણ ગોવિલને આ આખી સિરિયલ માટે લગભગ રૂ. 40 લાખ ફી મળી હતી.
હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'આર્ટિકલ 370'માં પણ અરુણ ગોવિલે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ફિલ્મના ટ્રેલરમાં અરુણ ગોવિલે ફિલ્મ 'આર્ટિકલ 370'માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ સિવાય થોડા સમય પહેલા રીલિઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ OMG 2માં પણ અરુણ ગોવિલે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અરુણ ગોવિલને OMG 2માં સ્કૂલ પ્રેસિડેન્ટની ભૂમિકા ભજવવા માટે રૂ. 50 લાખની ફી ચૂકવાઈ હતી. હવે ચર્ચા છે કે, એક્ટરે 'આર્ટિકલ 370' માટે પણ મોટી ફી મળી છે.
ખૂબ જ સરળ અને સામાન્ય દેખાતા અરુણ ગોવિલની નેટવર્થ ગયા વર્ષ સુધી 38 કરોડ રૂપિયાની આસપાસ હતી, આજે તેમની કુલ નેટવર્થ લગભગ 5 થી 6 મિલિયન ડૉલર હોવાનું કહેવાય છે, જે લગભગ રૂ. 49 કરોડ હોઈ શકે છે. મીડિયા પોર્ટલ અનુસાર, વર્ષ 2022માં અરુણ ગોવિલે એક લક્ઝુરિયસ મર્સીડિઝ બેન્ઝ કાર ખરીદી હતી, જેની કિંમત લગભગ રૂ. 60 લાખ હોવાનું કહેવાય છે.