શાહરુખ ખાનની કિંગમાં અર્શદ વારસીને પણ કાસ્ટ કરાયો
- અર્શદ શાહરુખ સાથે હોય તેવી બીજી જ ફિલ્મ
- ફિલ્મની અન્ય એક ભૂમિકા માટે જયદીપ અહલાવત સાથે પણ વાતચીત
મુંબઈ : શાહરુખ ખાનની 'કિંગ' ફિલ્મ માટે અર્શદ વારસીને પણ કાસ્ટ કરાયો છે. જોકે, અર્શદ ચોક્કસ કયો રોલ ભજવશે તે હજુ જાહેર કરાયું નથી.
અગાઉ ૨૦૦૫માં રજૂ થયેલી અર્શદની ફિલ્મ 'કુછ મીઠા હો જાયે'માં શાહરુખે કેમિયો કર્યો હતો. આમ બે દાયકા પછી પહેલીવાર બંને સ્ક્રીન શેર કરવાના છે.
ફિલ્મમાં અન્ય એક મહત્વની ભૂમિકા માટે જયદીપ અહલાવતનો પણ સંપર્ક કરાયો હોવાનું કહેવાય છે. જોકે, જયદીપે હજુ સુધી આ રોલ માટે સંમતિ આપી નથી.
અગાઉ એક ચર્ચા મુજબ ફિલ્મમાં દીપિકા પદુકોણ પણ એક કેમિયો કરી રહી છે. તે સુહાના ખાનની માતા તથા શાહરુખ ખાનની એક્સ પ્રેમિકાની ભૂમિકામાં દેખાશે.
ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યો છે. ફિલ્મની સ્ક્રિપ્ટમાં છેલ્લી ઘડીએ કેટલાક ફેરફારો થતાં શૂટિંગની શરુઆતમાં વિલંબ થઈ રહ્યો હોવાનું કહેવાય છે.