ઈબ્રાહિમ અલી ખાન અને રાશા સાથે મેચ જોવા પહોંચ્યાં
- તાજેતરમાં પલકને સારી મિત્ર ગણાવી હતી
- સૈફ અને રવિનાનાં સંતાનો ડેટિંગ કરી રહ્યાં છે કે કોઈ પ્રોજેક્ટમાં સાથે આવશે તે અંગે અટકળો
મુંબઈ : ઈબ્રાહિમ અલી ખાન તથા રાશા થડાની મુંબઈમાં આઈપીએલ મેચ જોવા સાથે પહોંચ્યાં હતાં. બંનેએ બાજુ બાજુમાં બેસીને જ સમગ્ર મેચની મજા માણી હતી.
મેચ પૂર્ણ થયા બાદ જોકે તેઓ અલગ અલગ કારમાં રવાનાં થયાં હતાં. બંને પહેલીવાર આ રીતે જાહેરમાં સાથે દેખાયાં છે તે પરથી તેમના વચ્ચે ખરેખર ડેટિંગ ચાલે છે કે પછી બંને કોઈ પ્રોજેક્ટમાં સાથે આવવાનાં છે તે અંગે અટકળો થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે ઈબ્રાહિમ અલી ખાનનું અફેર પલક તિવારી સાથે ચાલતું હોવાનું લાંબા સમયથી ચર્ચાય છે. જોકે, તાજેતરમાં ઈબ્રાહિમે પલકને માત્ર બહુ સારી મિત્ર જ ગણાવી હતી. તે પછી તે રાશા સાથે જાહેરમાં દેખાયો છે.
ઈબ્રાહિમના પિતા સૈફ અલી ખાન તથા રાશાની માતા રવિના ટંડન 'મૈ ખિલાડી તુ અનાડી' સહિતની કેટલીક ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યાં છે.