VIDEO : ઉર્ફી જાવેદની થઈ ધરપકડ? હાથ પકડીને મહિલા પોલીસે બેસાડી દીધી ગાડીમાં
Image Source: Instagram
મુંબઈ, તા. 03 નવેમ્બર 2023 શુક્રવાર
એક્ટ્રેસ અને મોડલ ઉર્ફી જાવેદ કોઈકને કોઈ કારણસર હંમેશા ચર્ચામાં રહે છે. હવે ઉર્ફી જાવેદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઉર્ફી જાવેદની મુંબઈ પોલીસે કથિત રીતે ધરપકડ કરી છે. ઉર્ફી જાવેદને જ્યારે પોલીસે પકડી તે સમયનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઉર્ફી જાવેદનો વીડિયો વાયરલ થતા જ લોકોને નવાઈ લાગી અને તેની પર કમેન્ટ કરી રહ્યા છે.
ઉર્ફી જાવેદનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ
પોતાના અતરંગી વસ્ત્રો માટે મશહૂર ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હવે ઉર્ફી જાવેદનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં મુંબઈની મહિલા પોલીસ તેને પોતાની સાથે લઈને જાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઉર્ફી જાવેદ ડેનિમ પેન્ટની સાથે બેકલેસ ટોપ પહેરેલી નજર આવે છે. આ દરમિયાન મહિલા પોલીસ આવે છે અને ઉર્ફી જાવેદને પોલીસ સ્ટેશન આવવા માટે કહે છે તો તે કારણ પૂછે છે. તેની પર મહિલા પોલીસ કહે છે, આટલા ટૂંકા કપડા પહેરીને કોણ સવારે ફરે છે. ઉર્ફી જાવેદ કહે છે કે આ કોનો ઓર્ડર છે. મહિલા પોલીસ કહે છે જે પણ કહેવુ હોય તે પોલીસ સ્ટેશન આવીને કહો અને તેનો હાથ પકડીને પોલીસની ગાડીમાં બેસાડે છે અને લઈને જાય છે. જોકે, ઉર્ફી જાવેદના વીડિયોની વધુ જાણકારી સામે આવી નથી. ઉર્ફી જાવેદનો વીડિયો વાયરલ થયા બાદ લોકો તેની પર કમેન્ટ કરી રહ્યા છે.
ઉર્ફી જાવેદના વીડિયો પર કમેન્ટ
ઉર્ફી જાવેદના વીડિયો પર લોકો કમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યુ છે, આ પ્રેન્ક જેવુ લાગી રહ્યુ છે. એક યૂઝરે લખ્યુ છે, ભાઈ અમને તો આ પ્રેન્ક લાગી રહ્યુ છે. એક યૂઝરે લખ્યુ. પોલીસવાળા નકલી લાગી રહ્યા છે. એક યૂઝરે લખ્યુ, હવે પોલીસવાળા પણ રીલ બનાવવા લાગ્યા છે. આ રીતે મોટાભાગના લોકોનું કહેવુ છે કે ઉર્ફી જાવેદનું આ કોઈ પ્રેન્ક છે. ઉલ્લેખનીય છે કે ઉર્ફી જાવેદ પોતાના બોલ્ડ ડ્રેસને લઈને લોકોના નિશાના પર રહે છે. રિપોર્ટ અનુસાર ગયા મહિને સપ્ટેમ્બરમાં ઉર્ફી જાવેદના ફેશન સેન્સને લઈને તેના વિરુદ્ધ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ ઉર્ફી જાવેદને બાંદ્રા પોલીસ સ્ટેશનમાં સ્પોટ કરવામાં આવી હતી.