અરમાન મલિકની ગર્લફ્રેન્ડ આશના શ્રોફ સાથે સગાઈ

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
અરમાન મલિકની ગર્લફ્રેન્ડ આશના શ્રોફ સાથે સગાઈ 1 - image


- બંનેની એંગેજમેન્ટ લિપ કિસની તસવીર વાયરલ

- અરમાન તેના કરતાં બે વર્ષ મોટી આશના સાથે લાંબા સમયથી રિલેશનશિપમાં

મુંબઇ : સિંગર અરમાન મલિકે  પ્રેમિકા આશના શ્રોફ સાથે સગાઇ કરી લીધી છે. અરકમાને પોતાની રિંગ સેરેમનીની તસવીરો સોશયલ મીડિયા પર શેર કરી  હતી.  એંગેજમેન્ટ દમિયાન તેમની લીપ કિસની તસવીર વાયરલ થઈ હતી. 

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર આશના અને અરમાન છેલ્લાં ચાર વર્ષથી રિલેશનશિપમાં છે. અરમાને બે માસ પહેલાં સોશિયલ મીડિયા પર જ આશનાને પ્રપોઝ કર્યું હતું. આશના અરમાન કરતાં બે વર્ષ મોટી છે. 

બંને સૌથી પહેલાં ૨૦૧૯માં એકમેકના પરિચયમાં આવ્યાં હતાં અને ત્યારે તેમનું  ડેટિંગ શરુ થયું હતું. બંનેએ ક્યારેય પોતાની રિલેશનશિપને છૂપાવી નથી. 

તા. ૨૨મીએ પરિવારજનો તથા નજીકના મિત્રોની હાજરીમાં તેમની રિંગ સેરિમની યોજાઈ હતી. આ સમયે અરમાનઓફ વ્હાઈટ સૂટમાં સજ્જ હતો જ્યારે આશના ફલોરલ સાડી પહેરીને આવી હતી. 

બંનેની સગાઈની તસવીરો વાયરલ થયા બાદ મ્યુઝિક તથા બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાંથી અનેક સેલિબ્રીટી તથા કેટલાય ચાહકોએ તેમને સગાઈનાં અભિનંદન આપ્યાં હતાં. 


Google NewsGoogle News