સિંગર અરમાન મલિક અને આશના શ્રોફ લગ્ન બંધનથી જોડાયાં
- બોલીવૂડમાં નવાં વર્ષે જ લગ્નની શરણાઈ
- આશના ફેશન તથા બ્યૂટીના ક્ષેત્રની બહુ જાણીતી ઈન્ફ્લુએન્સર છે
મુંબઇ : પ્લેબક સિંગર અરમાન મલિકે પોતાની લોન્ગટાઇમ ગર્લફ્રેન્ડ અને ઇન્ફ્લુએંસર આશના શ્રોફ સાથે લગ્ન કરી લીધા છે. યુગલે પોતાના લગ્નની સુંદર તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને સૌને આ વિશે જાણ કરી હતી.
અરમાન મલિકે ઓગસ્ટ ૨૦૨૩માં આશના શ્રોફને પ્રપોઝ કર્યું હતું અને બે મહિના પછી તેમણે સગપણ કરી લીધું હતું.
આશના શ્રોફ એક બહુ જાણીતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે. તે ફેશન અને બ્યૂટી ઈન્ફ્લુએન્સર તરીકે જાણીતી છે. તે પોતાનો ઓનલાઈન ફેશન સ્ટોર પણ ચલાવ છે.