Get The App

એક્ટર અર્જુન કપૂર ઓનલાઇન ફ્રોડનો શિકાર બન્યો, ચાહકોને આપી ચેતવણી

Updated: Dec 26th, 2024


Google NewsGoogle News
એક્ટર અર્જુન કપૂર ઓનલાઇન ફ્રોડનો શિકાર બન્યો, ચાહકોને આપી ચેતવણી 1 - image


Arjun Kapoor Online Fraud: બોલિવુડ એક્ટર અર્જુન કપૂરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ચાહકોને ઓનલાઇન ફ્રોડથી સાવચેત રહેવાની સલાહ આપી છે. તેણે એક એવા વ્યક્તિ વિશે જણાવ્યું જે ખુદને એક્ટરનો મેનેજર ગણાવીને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યો હતો.

અર્જુન કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને ફોલોઅર્સને એક ફેક એકાઉન્ટ વિશે જણાવ્યું જે તેનો મેનેજર હોવાનો દાવો કરી રહ્યો હતો. આ વ્યક્તિ એક ઠગ હતો. આ ઠગાઈ કરનાર અર્જુનના નામનો ઉપયોગ કરીને લોકોને તેમની અંગત માહિતી શેર કરવા અને શંકાસ્પદ લિંક પર ક્લિક કરવા માટે કહેતો હતો. 

અર્જુને કહી આ વાત

અર્જુને પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, 'મારા ધ્યાનમાં આવ્યું છે કે, એક શંકાસ્પદ વ્યક્તિ લોકોનો સંપર્ક કરી રહ્યો છે અને ખુદને મારો મેનેજર હોવાનો દાવો કરી રહ્યો છે. આ સાથે જ તે લોકોને મારી સાથે જોડાવાની વાત કહી રહ્યો છે. પ્લીઝ ધ્યાન રાખો કે આ મેસેજ અસલી નથી અને મારો તેની સાથે કોઈ સબંધ નથી. હું ક્યારેય નથી ઇચ્છતો કે કોઈ વ્યક્તિ આવી લિંક્સ પર ક્લિક કરે અથવા પોતાની અંગત માહિતી શેર કરે. પ્લીઝ આવા ઠગોના ઝાંસામાં ન આવશો, સુરક્ષિત રહો અને સાવચેત રહો. જો તમને આવા મેસેજ મળે તો તરત જ એકાઉન્ટ વિરુદ્ધ રિપોર્ટ લખાવો. સુરક્ષિત અને ખુશી-ખુશી ક્રિસમસની ઉજવણી કરો.'

એક્ટર અર્જુન કપૂર ઓનલાઇન ફ્રોડનો શિકાર બન્યો, ચાહકોને આપી ચેતવણી 2 - image

સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતાં અર્જુન કપૂરે હાલમાં જ વરુણ ધવનની ફિલ્મ 'બેબી જોન'ની ટીમને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શુભેચ્છા પાઠવી હતી. ફિલ્મનું પોસ્ટર શેર કરતાં લખ્યું કે, "આખી ટીમને સફળતાની શુભકામનાઓ!"

આ પણ વાંચો: અર્જુન કપૂરે ખુદને ગણાવ્યો સિંગલ તો મલાઇકાએ આપ્યો જવાબ, કહ્યું- 'તેની મરજી... પણ હું તો...'

એક્ટરનું વર્કફ્રન્ટ

એક્ટરના વર્કફ્રન્ટની વાત કરીએ તો એક્ટર તાજેતરમાં જ રોહિત શેટ્ટીની ફિલ્મ 'સિંઘમ અગેઇન'માં દેખાયો હતો. આ ફિલ્મમાં તેણે વિલનની ભૂમિકા ભજવી હતી. અર્જુન કપૂરની સાથે આ ફિલ્મમાં અજય દેવગન, ટાઇગર શ્રોફ, રણવીર સિંહ, અક્ષય કુમાર અને કરીના કપૂર ખાન જેવા સ્ટાર્સ પણ હતા. 


Google NewsGoogle News