બ્રેકઅપ બાદ પણ મલાઈકાને ભૂલી શકતો નહોતો અર્જુન કપૂર, મોડી રાત્રે મોકલતો હતો મેસેજ...
Image: Facebook
Arjun Kapoor Malaika Arora Breakup: અર્જુન કપૂર અને મલાઈકા અરોરા બી-ટાઉનના તે કપલ્સ પૈકીના એક હતાં. જેમની સારી એવી ફેન ફોલોઈંગ હતી. લોકો તેમને સાથે જોવાનું પસંદ કરતાં હતાં પરંતુ દુ:ખની વાત એ રહી કે તેમનો સંબંધ સમયની કસોટી પર ખરો ઉતર્યો નહીં અને આખરે તે આંતરિક સંમતિથી અલગ થઈ ગયા પરંતુ તાજેતરમાં જ એક્ટરે પોતાની એક્સ ગર્લફ્રેન્ડને મોડી રાત્રે મેસેજ મોકલવાની વાતનો સ્વીકાર કર્યો.
આ પણ વાંચો: VIDEO : ‘નૈન મટકા’થી લઈને ‘બેબી જોન’ સુધી ! ક્રિસમસ પર ધૂમ મચાવશે દિલજીત દોસાંઝ, વરૂણની વિનંતી ટાળી
અર્જુન અને મલાઈકાના બ્રેકઅપના સમાચારે તમામને ચોંકાવી દીધા હતા. સેલેબ્સના નજીકના એક ઈન્ડસ્ટ્રી ઈનસાઈડરે જણાવ્યું, મલાઈકા અને અર્જુનનો સંબંધ ખૂબ ખાસ હતો અને બંને એકબીજાના દિલમાં ખાસ સ્થાન બનાવી રાખશે. તેમણે અલગ થવાનો નિર્ણય કર્યો છે અને આ મામલે રિસ્પેક્ટફુલ મૌન જાળવી રાખશે. તેઓ કોઈને પણ પોતાના સંબંધને તેનું વિશ્લેષણ કરવાની પરવાનગી આપશે નહીં. તેમનો એક લાંબો, પ્રેમ ભર્યો, સારો સંબંધ હતો જે દુર્ભાગ્યથી હવે ખતમ થઈ ગયો છે. તેનો અર્થ એ નથી કે તેમની વચ્ચે કોઈ ખટાશ છે. તેઓ એકબીજાનું ખૂબ સન્માન કરે છે અને એકબીજા માટે પિલરની જેમ રહે છે. છેલ્લા અમુક વર્ષોમાં તેમણે પોતાના સંબંધને ખૂબ સન્માન આપ્યું છે. અલગ થવાનો નિર્ણય કર્યાં છતાં તેઓ એકબીજાને તેવું જ સન્માન આપતાં રહેશે. તેઓ બંને વર્ષોથી એક ગંભીર સંબંધમાં હતાં અને તેમને આશા છે કે લોકો આ ઈમોશનલ સમયમાં તેમને સ્પેસ આપશે. અર્જુનને છેલ્લી વખત રોહિત શેટ્ટીની સિંઘમ અગેઈનમાં જોવામાં આવ્યો હતો.