અર્જુન કપૂરે 12 વર્ષ પછી ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની બદલી
- યશરાજ જેવી ટોચની કંપનીને છોડી
- અર્જુનની પોતાની કેરિયર ધાર્યા મુજબ આગળ વધી ન હોય તેમ લાગતાં હવે નવો પ્રયાસ
મુંબઇ : અર્જુન કપૂરે ૧૨ વર્ષ પછી તેની ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની બદલી છે. તેમે યશરાજ ફિલ્મ્સ ગૂ્રપની ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની છોડી અન્ય એક ખાનગી કંપની સાથે કરાર કર્યા છે.
એવો દાવો થઈ રહ્યો છ ેકે અર્જુન અને યશરાજ ટેલેન્ટ બંનેએ આપસી સમજૂતીથી આ નિર્ણય કર્યો છે. અર્જૂનને આટલાં વર્ષોમાં તેની કેરિયર નિર્ધારિત રીતે આગળ વધી હોય તેમ લાગતું ન હોવાથી તેણે આ નિર્ણય લીધો હોવાનું મનાય છે. અક્ષય જે નવી ટેલેન્ટ મેેનેજમેન્ટ કંપનીમાં જોડાયો છે તે જ કંપની શાહિદ કપૂર, રામ ચરણ, અક્ષય કુમાર, અભિષેક બચ્ચન, પ્રિયંકા ચોપરા,આલિયા ભટ્ટ, ફરહાન અખ્તર,. વરુણ ધવન, કેટરિના કૈફ, માધુરી દિક્ષિત, વિક્કી કોશલ નું કામ પણ સંભાળે છે.
બોલીવૂડમાં દરેક ફિલ્મ તથા દરેક પ્રોડક્શન હાઉસ પોતાની અલાયદી પીઆર કંપની હાયર કરે છે. તે સિવાય દરેક નાના મોટા કલાકારો કોઈને કોઈ પીઆર કે ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની સાથે જોડાયેલા હોય છે. આ કંપનીઓ તેમનું રુટિન પીઆર વર્ક ઉપરાંત ફિલ્મો અને અન્ય એન્ડોર્સમેન્ટના કરાર, ઈવેન્ટસમાં હાજરી વગેરે બાબતો સંભાળતી હોય છે.