સિંઘમ રિટર્ન્સમાં વિલન તરીકે અર્જુન કપૂરની પસંદગી
- મલ્ટી સ્ટાર ફિલ્મમાં એક ફલોપ સ્ટાર
- ફિલ્મ ચાહકોએ સિંઘમના ઓરિજિનલ વિલન જયકાંત શિક્રેને યાદ કરી મજાક ઉડાવી
મુંબઇ: અજય દેવગણની મલ્ટી સ્ટારર ફિલ્મમાં વિલન તરીકે અર્જુન કપૂરની પસંદગી કરવામાં આવી છે. જોકે, ફિલ્મ ચાહકોએ આ પસંદગીની ભારે ઠેકડી ઉડાડી છે. મૂળ 'સિંઘમ'નો ભાર અજય દેવગણે પોતાના ખભે ઊંચક્યો હતો. જોકે, 'સિંઘમ અગેઈન'માં સંખ્યાબંધ કલાકારો અને સંખ્યાબંધ જૂની ફિલ્મોનાં પાત્રોની ભેળપુરી રચાવાની છે. તેમાં સિમ્બા તરીકે રણવીર સિંહ અને સૂર્યવંશી તરીકે અક્ષય કુમાર પણ હશે. આ ઉપરાંત દીપિકા પદુકોણ પણ લેડી સિંઘમ તરીકે જોવા મળશે. ફિલ્મમાં કરીના કપૂરની પણ એક ભૂમિકામાં છે.
આ બધી સ્ટારકાસ્ટ વચ્ચે અર્જુન કપૂરને કેટલી સ્ક્રિન સ્પેસ આપવાનું જોખમ રોહિત શેટ્ટી ઉઠાવશે તે અંગે લોકો અટકળો વ્યક્ત કરી રહ્યા છે.
ઓરિજિનલ 'સિંઘમ'માં વિલન જયકાંત શિક્રે તરીકે પ્રકાશ રાજે દમદાર અભિનય કર્યો હતો. તેની સામે માત્ર સ્ટાર કિડ હોવાના કારણે ફિલ્મો મેળવતો રહેતો અર્જુન કપૂર કેટલો વામણો ઉતરશે તે અંગે ટીકાઓ પણ થઈ રહી છે.