અર્જુન કપૂર, ભૂમિની લેડી કિલરની મફતમાં ડિજિટલ રીલિઝ
- અગાઉ થિયેટરમાં અધૂરી જ રીલિઝ થઈ હતી
- કોઈ ઓટીટી પ્લેટફોર્મ લેવાલ નહિ થતાં છેવટે ગૂપચૂપ યુ ટયૂબ પર અપલોડ
મુંબઇ : એક ફિલ્મ કલાકાર તરીકે અર્જુન કપૂરની ઝીરો કમર્શિયલ વેલ્યૂ હોવાનું પુરવાર કરતા કિસ્સામાં તેની અને ભૂમિ પેડનેકરની ફિલ્મ 'ધી લેડી કિલર' મફતમાં જોવા માટે યુ ટયૂબ પર અપલોડ કરી દેવાઈ છે. આ સુપરફલોપ ફિલ્મને ખરીદવામાં કોઈ ઓટીટી પ્લેટફોર્મે રસ નહિ દેખાડતાં આખરે પ્રોડયસૂરે ગાંઠનું ગોપીચંદન કરવું પડયું છે.
આ ફિલ્મ બોલીવૂડના ઇતિહાસની સૌથી ફલોપ ફિલ્મોમાં સમેલ છે. ગયા નવેમ્બર માસમાં તેને ભારતમાં માત્ર ૧૨ જ થિયેટરમાં રીલિઝ કરાઈ હતી અને પહેલા દિવસે તે માત્ર ૩૮ હજાર રુપિય ા કમાઈ હતી. બાદમાં એવું બહાર આવ્યું હતું કે ફિલ્મને અધૂરી જ થિયેટરમાં રીલિઝ કરી દેવાઈ હતી. વાસ્તવમાં ફિલ્મ નિર્માતાઓઓ પહેલેથી એક ઓટીટી પ્લેટફોર્મ સાથે સોદો પાડી દીધો હતો. અને ઓટીટી તથા થિયેટર રીલિઝ વચ્ચે બે મહિનાનો ગેપ રાખવાના નિયમને કારણે ફિલ્મને અધૂરી જ થિયેટરમાં રીલિઝ કરી દેવામાં આવી હતી.
જોકે, ફિલ્મના બોક્સ ઓફિસ પર બૂરા હાલ થતાં તથા તે અધૂરી જ બની હોવાનું બહાર આવતાં ઓટીટી પ્લેટફોર્મે હાથ ખેંચી લીધા હતા. છેલ્લા દસ મહિનાથી આ ફિલ્મ રઝળી રહી હતી અને આખરે કોઈ ઓટીટી ફિલ્મે એક રુપિયો પણ પરખાવવાનો ઈનકાર કરતાં નિર્માતાએ ગૂપચૂપ યુ ટયૂબ પર અપલોડ કરી દીધી છે.
અર્જુન કપૂર પ્રોડયૂસર બોની કપૂરનો પુત્ર હોવાના એકમાત્ર કારણોસર બોલીવૂડમાં ટકી રહ્યો છે અને થોડી ઘણી ફિલ્મો મેળવી રહ્યો છે બાકી એક કલાકાર તરીકે તેની કોઈ કમર્શિઅલ વેલ્યૂ નહિ હોવાનું આ ફિયાસ્કાને લીધે પુરવાર થઈ ગયું છે.