VIDEO: લાઈવ કૉન્સર્ટમાં અરિજિત સિંહને આવી સુશાંત સિંહ રાજપૂતની યાદ, થયા ઈમોશનલ

Updated: Mar 27th, 2024


Google NewsGoogle News
VIDEO: લાઈવ કૉન્સર્ટમાં અરિજિત સિંહને આવી સુશાંત સિંહ રાજપૂતની યાદ, થયા ઈમોશનલ 1 - image


Arijit Singh Video : બોલિવૂડનો સ્ટાર એક્ટર સુશાંત સિંહ રાજપૂત આપણી દુનિયામાંથી તો દૂર જતો રહ્યો છે પરંતુ કહેવાય છે ને કે માણસ જતો રહે પરંતુ તેનો સ્વભાવ, તેની સાથે વિતાવેલો સમય, સંસ્મરણો જ તેની ખરી મિલકત બનીને તેમની ગેરહાજરીમાં તેમની પૂરક બને છે. ચાર્મિંગ સુશાંત સિંહના નિધન પછી પણ ચાહકોની તેના માટેની દિવાનગી હજી પણ અકબંધ છે. આજે પણ તેના ડાયલોગ, ફેમસ ગીતો લોકોના હોઠને સ્પર્શી ગયા છે અને લોકો સુશાંતને આ ગાયનો દ્વારા જ ગૂંજીને યાદ કરે છે.  

સુશાંતની બ્લોકબસ્ટર ફિલ્મોમાં ઘણા સુપરહિટ ગીતો આપનાર સિંગર અરિજિત સિંહ પણ એક્ટરના ટોચના ચાહક છે અને આજદિન સુધી અન્ય ફેન્સની જેમ સુશાંતને તેઓ યાદ કરે છે. તાજેતરનો જ અરિજિતનો એક વીડિયો જોઈને ફરી તમારી પણ આંખો ભીની થઈ જશે. લાઈવ કોન્સર્ટમાં સુશાંત સિંહને યાદ કરીને અરિજિત ભાવુક થઈ ગયો અને તેની આંખોમાં પણ આંસુ આવી ગયા અને સાથે-સાથે કોન્સર્ટમાં હાજર હજારો ફેન્સ પણ રડી પડ્યાં હતા.

અરિજિત સિંહ લાઇવ કોન્સર્ટમાં સુશાંતની મૂવી 'છિછોરે'નું ગીત 'ખૈરિયત' ગાતો હતો. સોંગમાં જ્યારે 'નઝારોં કે સા મૈને મેં આતે નહીં તુમ્હારે...' શબ્દો આવ્યા કે લોકો પણ તેમની સાથે ગાવા લાગ્યા. આ દરમિયાન જ અરિજિત સિંહ સુશાંતને યાદ કરીને કહે છે, 'Eveytime Whenever Sing This Song I Remember Him' અર્થાત હંમેશા આ ગીત ગાઉ છું ત્યારે મને તેની જ યાદ આવે છે જેનું આ ગીત છે.' આ સાંભળીને લોકો વધુ ભાવુક થઈ જાય છે.

વીડિયો વાયરલ થતા લોકો પણ ગમગીન થયા :

ઈન્સ્ટાગ્રામ પર indianconcerts143 નામના એકાઉન્ટ દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં હજારો લોકોએ આ વીડિયો જોયો અને લાઈક કર્યો છે. એક યુઝરે લખ્યું, 'સુશાંત ખરેખર મહાન હતો. મિસ યુ સુશી'. અન્ય એક યુઝરે લખ્યું, 'સાચું કહ્યું સર, અમે સુશીને ખૂબ જ યાદ કરીએ છીએ.' એક યુઝરે લખ્યું કે, 'ટેલેન્ટ હંમેશા અન્ય ટેલેન્ટનું સન્માન કરે છે.' તમામ કોમેન્ટ્સ અને લોકોના પ્રતિભાવ પર નજર કરીએ તો સમજાશે કે લોકો સુશાંત સિંહ રાજપૂતને હજી પણ દિલથી યાદ કરે છે અને ભાવુક થઈ જાય છે અને અરિજિત સિંહની આ નેકદિલ સ્વભાવની પણ લોકોએ ભરપૂર પ્રશંસા કરી છે.


Google NewsGoogle News