અરહાન અને રાશા ફરી સાથે દેખાતાં અફેરની અટકળોને વેગ
- બંનેએ બેધડક પાપારાઝીઓને પોઝ આપ્યો
- મલાઈકાના દીકરા અને રવિના ટંડનની દીકરી વચ્ચે અફરની વાતો લાંબા સમયથી ચર્ચાય છે
મુંબઇ : મલાઈકા અરોરાના દીકરા અરહાન તથા રવિના ટંડનની દીકરી રાશા ફરી સાથે દેખાયાં હતાં. અન્ય બોલીવૂડ યુગલોની જેમ તેમણે પાપારાઝીઓથી ભાગવાને બદલે બેધડક રીતે પોઝ આપ્યા હતા.
અરહાન અને રાશા રિલેશનશિપમાં હોવાનું લાંબા સમયથી ચર્ચાય છે. આ પહેલાં પણ તેઓ સાથે જોવા મળ્યાં હતાં. અરહાનના પિતા અરબાઝ ખાનના બીજા લગ્ન વખતે પણ અરહાન અન ેરાશાની કેમિસ્ટ્રીની નોંધ લેવાઈ હતી. બંનેએ સાથે પરફોર્મ પણ કર્યું હતું.
પાપારાઝીઓએ અરહાન તથા રાશાને ઘેરી લીધાં ત્યારે અરહાને તેમને હસતાં હસતાં તમે અહીં કોના માટે આવ્યા છો તેવો સવાલ પણ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ઈબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી વચ્ચે પણ હાલ અફેર ચાલતું હોવાનું કહેવાય છે. પરંતુ, તેઓ પોતાન ી રિલેશનશિપને છૂપાવવા પ્રયાસ કરે છે. પાપારાઝી જોઈ જાય ત્યારે તેઓ બંને પોતાના ચહેરા છૂપાવે છે કે ફટાફટ ભાગી છૂટે છે. તેથી વિપરીત અરહાન અને રાશા કેમેરાપર્સન્સની હાજરીમાં પણ આત્મીયતા દેખાડે છે.