દિગ્ગજ સંગીતકાર એ.આર. રહેમાનની તબિયત અચાનક લથડી, ચાહકો ચિંતિત
AR Rahman Hospitalized: ઓસ્કાર વિનર મ્યુઝિશિયન અને સિંગર એ.આર. રહેમાનની તબિયત અચાનક લથડી ગઈ છે, જેના કારણે તેને ચેન્નાઈની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. રહેમાન ડોક્ટરોની ટીમની દેખરેખ હેઠળ છે અને તેની સારવાર ચાલી રહી છે.
છાતીમાં દુ:ખાવો થતા હોસ્પિટલમાં દાખલ કરાયો
પ્રાપ્ત માહિતી પ્રમાણે એ.આર. રહેમાને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તેમને પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે રહેમાનનો એન્જિયોગ્રાફી કરવામાં આવી શકે છે. જોકે, તેમના સ્વાસ્થ્ય વિશે હજુ સુધી વધુ માહિતી સામે નથી આવી. પરંતુ રહેમાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાના સમાચારથી તેમના ચાહકો ચિંતિત થઈ ગયા છે અને તેઓ તેના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
એ.આર. રહેમાનની વાત કરીએ તો તેમને મ્યુઝિશિયનની દુનિયાનો બાદશાહ માનવામાં આવે છે. તેમને બાળપણથી જ સંગીતમાં રસ હતો. તેણે 4 વર્ષની નાની ઉંમરે જ શીખવાનું શરૂ કરી દીધુ હતું. તેણે બાળપણમાં જ ઘણા મ્યૂઝિક ઈન્સ્ટ્રૂમેન્ટ્સ વગાડવાનું શરૂ કરી દીધું હતું.
એ.આર. રહેમાનના પિતા આર.કે. શેખર તમિલ અને મલયાલમ ફિલ્મોના મોટા મ્યુઝિક કંપોઝર હતા. રહેમાને બાળપણથી જ પોતાના પિતાને અસિસ્ટ કરવાનું શરૂ કર્યું હતું. આવી જ રીતે તેની સિંગિંગની જર્ની શરૂ થઈ. પરંતુ જ્યારે તે 9 વર્ષનો હતો ત્યારે તેના પિતાનું અવસાન થઈ ગયું. આવી સ્થિતિમાં તેણે નાની ઉંમરે અભ્યાસની સાથે-સાથે કામ કરીને પોતાના પરિવારને સપોર્ટ કરવો પડ્યો હતો.
અનેક ફિલ્મોમાં શાનદાર મ્યુઝિક આપ્યું
એ.આર. રહેમાને અત્યાર સુધીમાં અનેક ફિલ્મોમાં શાનદાર મ્યુઝિક આપ્યું છે. જેમાં, ફિલ્મ 'દિલ સે', 'લગાન', 'જોધા અકબર', 'તાલ', 'દિલ્હી 6', 'રંગ દે બસંતી' અને 'રોકસ્ટાર' સામેલ છે.