ટાઈગર થ્રીને બજેટ જેટલી કમાણી થવા વિશે આશંકા
- નેગેટિવ માઉથ પબ્લિસિટીથી હાંફી ગઈ
- નવ દિવસ પછી ૨૩૭ કરોડ પર પહોંચી ટ્રેડની વ્યાખ્યા પ્રમાણે ફલોપ જ ગણાશે
મુંબઇ: સલમાન ખાનની 'ટાઈગર થ્રી' ૩૦૦ કરોડનાં બજેટમાં બની છે પણ ટિકિટબારી પર તેની કમાણી માંડ ૨૩૭ કરોડ થઈ છે. આ જોતાં તે પોતાનો ખર્ચો પણ વસૂલ ન કરી શકે તે ટ્રેડની વ્યાખ્યા પ્રમાણે તેના પર ફલોપનું લેબલ લાગી શકે છે.
આ ફિલ્મ રીલીઝ થઈ ત્યારે તેની જંગી કમાણીના દાવા થયા હતા. પરંતુ, બે-ચાર દિવસમાં જ કલેક્શન ઘટવા લાગ્યું હતું.
ટ્રેડ સૂત્રોના જણાવ્યા અનુસાર ફિલ્મ માટે માઉથ પબ્લિસિટી બહુ નેગેટિવ છે. જેટલા પણ લોકો ફિલ્મ જોઈ રહ્યા છે તેમને ફિલ્મ ખાસ પસંદ આવી નથી. સલમાન હવે બહુ ઘરડો અને થાકેલો દેખાઈ રહ્યો છે. તેની એક્શનમાં કોઈ દમ રહ્યો નથી. ફિલ્મની સ્ક્રિપ્ટ કે ગીતોનાં પણ કાંઈ ઠેકાણાં નથી.
ફિલ્મને વર્લ્ડ કપ ટુર્નામેન્ટની પણ અસર થઈ હોવાનું મનાય છે.
જોકે, ટ્રેડ વર્તુળોના જણાવ્યા અનુસાર આ જ સમયગાળામાં રીલીઝ થયેલી '૧૨વી ફેઈલ'ને કલેક્શનમાં બહુ વાંધો આવ્યો નથી. આ ફિલ્મ માઉથ પબ્લિસિટીથી જ ઊંચકાઈ છે. એ સાબિત થયું છે ક ેમૂળ કન્ટેન્ટમાં દમ હોય તો વર્લ્ડ કપ જેવાં પરિબળોની કોઈ અસર થતી નથી.