દિલજીત દોસાંઝ અને ધિલ્લોનના વિવાદમાં કૂદયો જાણીતો રેપર, કહ્યું - અમારા જેવી ભૂલ ના કરશો..
Badshah on AP Dhillon Diljit Dosanjh Feud: પંજાબી સિંગર્સ દિલજીત દોસાંઝ, કરણ ઔજલા અને એપી ધિલ્લોન હાલ ખૂબ જ ચર્ચામાં છે. ત્રણેય ભારતભરમાં કોન્સર્ટ કરીને લોકોનું મનોરંજન કરી રહ્યા છે. એવામાં દિલજીતે પોતાના ઇન્દોરમાં યોજાયેલા કોન્સર્ટમાં એપી ધિલ્લોન અને કરણ ઔજલાને તેમના કોન્સર્ટ માટે શુભેચ્છા પાઠવી હતી.
શું છે બંને વચ્ચે વિવાદ?
દિલજીતેની શુભેચ્છાઓ પર એપી ધિલ્લોને પ્રતિક્રિયા આપતા ચંદીગઢમાં પોતાના કોન્સર્ટમાં કહ્યું કે, 'દિલજીતે મને સોશિયલ મીડિયા પર બ્લોક કરી દીધો છે.' જ્યારે આ વાત વાયરલ થઈ ત્યારે દિલજીતે સ્ક્રીનશોટ શેર કર્યો અને સ્પષ્ટતા કરી કે, 'મેં એપી ધિલ્લોનને બ્લોક કર્યો નથી.' જો કે મામલો અહીં પૂરો નથી થયો. મામલો એટલો વધી ગયો કે રેપર બાદશાહ આ વિવાદમાં કૂદવુ પડ્યું હતું.
જાણો બાદશાહે શું કહ્યું
આ મામલે દિલજીતની સ્પષ્ટતા બાદ એપી ધિલ્લોને દાવો કર્યો હતો કે દિલજીતે મને પહેલા બ્લોક કર્યો હતો અને પછી મને અનબ્લોક કર્યો હતો. બંને પંજાબી સિંગર વચ્ચે વધી રહેલા તણાવને જોઈને બાદશાહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. તેમણે પોતાની પોસ્ટમાં કોઈનું નામ લીધા વગર જ એકજૂટ રહેવા માટે કહ્યું હતું.
બાદશાહે સોશિયલ મીડિયા પર સ્ટોરી શેર કરતા લખ્યું હતું કે, 'કૃપા કરીને અમે જે ભૂલો કરી છે તે જ ભૂલો ન કરો. આ આપણી દુનિયા છે. એક કહેવત છે કે ‘જો તમારે ઝડપથી આગળ વધવું હોય તો એકલા વધો, પણ જો તમારે દૂર જવું હોય તો સાથે રહો.’ સાથે રહેવામાં તાકાત છે.'