અનુષ્કા શેટ્ટી હસવાની બીમારીથી કંટાળી ગઇ
- અભિનેત્રી પોતાનું ખડખડાટ હસવાનું 20-25 મિનીટ સુધી રોકી શકતી નથી
મુંબઇ : ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા સ્ટાર્સ છે જે વિચિત્ર બીમારીઓના શિકાર બન્યા છે. ફિલ્મ બાહુબલીથી લોકપ્રયિતા મેળવનારી અનુષ્કા શેટ્ટી પણ એક રેર ડિસીઝનો સામનો કરી રહી છે.
એક ઇન્ટરવ્યુમાં અનુષ્કા શેટ્ટીએ જણાવ્યું હતું કે, મને હસવાની બીમારી છે.એક વખત હસવાનું શરૂ કર્યા પછી હું ૧૫-૨૦ મિનીટ સુધી હસતી રહું છું. શૂટિંગ દરમિયાન પણ હું ઘણ ીવખત હસતા-હસતા જમીન પર લોટ-પોટ થઇ ગઇ હતી. આ બીમારીના કારણે શૂટિંગ પણ ઘણી વખત કેટલાય રી-ટેક લેવા પડયા છે. હસવું એ મારા માટે હવે સમસ્યા બની ગઇ છે.
અનુષ્કા શેટ્ટી જે બીમારીના ભરડામાં આવી છે તેને સ્યૂડોબુલબાર અફેક્ટ અથવા તોપીબીએ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં વ્યક્તિ ખડખડાટ હસતો જ અથવા તો રડતો રડે છે. આ બીમારી મગજમાં ઇજા અથવા ન્યૂરોલોજિકલ સ્થિતિને ડેવપ કરી શકે છે.