અનુષ્કા-વિરાટની મુંબઈમાં રોમેન્ટિક 'ઢોંસા ડેટ', અકાય-વામિકા જોવા ન મળ્યાં, ચાહકો થયા ખુશ!
IMAGE SOURCE : benne.bombay |
Anushka Sharma And Virat Kohli Went On 'Dosa Date' : પાવર કપલ તરીકે ઓળખાતા અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટર વિરાટ કોહલીની એક ઝલક મેળવવા માટે ચાહકો હંમેશા ઉત્સુક રહેતા હોય છે. અને આ કપલ પણ તેમના ચાહકોને ખુશ કરવાની કોઈ તક છોડતું નથી. બંને ઘણીવાર એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવે છે. અને અનેક સમયે ડિનર ડેટ અને આઉટિંગ પર જાય છે.
હાલમાં જ અનુષ્કા અને વિરાટ મુંબઈમાં બેંગલુરુ ઢોસાની મજા લેતા જોવા મળ્યા હતા. મુંબઈના આ ઢોસા કેફેને લઈને કપલનો એક ફોટો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં આ ઢોસા ડેટ પર અનુષ્કા-વિરાટ સ્ટાઇલિશ અવતારમાં જોવા મળ્યા હતા. કપલે રેસ્ટોરન્ટના સ્ટાફ સાથે હસતાં હસતાં એક તસવીર ક્લિક કરી હતી. અને એક કેપ પર પોતાનો ઓટોગ્રાફ પણ આપ્યો. આ દરમિયાન અનુષ્કા અને વિરાટ કોહલી કેઝ્યુઅલ આઉટફિટમાં માથા પર કેપ સાથે જોવા મળ્યા હતા.
અહીં તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્માએ તેના ચાહકોને છઠ પૂજા પર શુભેચ્છા પાઠવતા ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર જુહુ બીચની એક તસવીર પોસ્ટ કરી હતી. અને સંકેત આપ્યો હતો કે તે મુંબઈમાં છે. જ્યારથી અનુષ્કાએ પુત્રને જન્મ આપ્યો છે ત્યારથી કપલ લંડનમાં રહે છે. પુત્ર અકાયનો જન્મ લંડનમાં જ થયો હતો. જો કે આ ડેટ દરમિયાન કપડે જોડે તેમની પુત્રી વામિકા અને અકાય જોવા મળ્યા ન હતા.