IFFI 2023: 'ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું મીડિયા-મનોરંજન બજાર હશે', અનુરાગ ઠાકુરે કર્યું એલાન

Updated: Nov 21st, 2023


Google NewsGoogle News
IFFI 2023: 'ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું મીડિયા-મનોરંજન બજાર હશે', અનુરાગ ઠાકુરે કર્યું એલાન 1 - image


Image Source: Twitter

- આ વખતથી IFFI શ્રેષ્ઠ વેબ સિરીઝને OTT એવોર્ડ આપશે: અનુરાગ ઠાકુર

નવી દિલ્હી, તા. 21 નવેમ્બર 2023, મંગળવાર

IFFI 2023:  કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે સોમવારે IFFIના ઉદ્ધાટન દરમિયાન સિનેમા પર ખુલ્લીને વાત કરી હતી. આ દરમિયાન અનુરાગ ઠાકુરે એલાન કર્યું હતું કે, આગામી પાંચ વર્ષોમાં ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું મીડિયા-મનોરંજન બજાર બની જશે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, ગત વર્ષના મુકાબલે આ વર્ષે IFFIમાં ત્રણ ઘણી વધારે ફિલ્મો ઈન્ટરનેશનલ સેક્શનમાં આવી છે. આ વાત અનુરાગ ઠાકુરે સોમવારે 54મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાના ઉદ્ધાટન સમારોહ દરમિયાન કરી હતી. આ સાથે જ આ અવસર પર અભિનેત્રી માધુરી દીક્ષિતને ભારતીય સિનેમામાં યોગદાન માટે ખાસ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવી હતી. પહેલી વખત આ એવોર્ડને IFFIમાં સામેલ કરવામાં આવ્યો છે.

મીડિયા-મનોરંજન ઉદ્યોગ વાર્ષિક 20% વધી રહ્યો છે

અનુરાગ સિંહ ઠાકુરે સોમવારે IFFIના ઉદ્ઘાટન દરમિયાન એલાન કર્યું હતું કે, વિદેશી ફિલ્મ નિર્માણ માટે પ્રોત્સાહક રકમ 30 થી વધારીને 40% કરી દેવામાં આવી છે. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, 'દેશમાં વિદેશી ફિલ્મ નિર્માણ માટે પ્રોત્સાહન 30 કરોડ રૂપિયાની વધારેલી સીમા અને મહત્વપૂર્ણ ભારતીય સામગ્રી માટે વધારાનું 5% બોનસ સાથે કરવામાં આવેલ ખર્ચના 40% છે. આ પગલું મધ્યમ અને મોટા બજેટના આંતરરાષ્ટ્રીય ફિલ્મ પ્રોજેક્ટને દેશમાં આકર્ષિત કરવાના ભારતના પ્રયાસોને વધુ વેગ આપશે.

ભારત આગળ વધી રહ્યું છે

અનુરાગ ઠાકુરે આગળ કહ્યું કે, આ એલાન વિદેશી ફિલ્મ નિર્માણને સુવ્યવસ્થિત કરવા અને ભારતમાં વેપાર કરવામાં સરળતા સુનિશ્ચિત કરવાના પ્રયત્નનો પણ હિસ્સો છે. ભારત દ્વારા છેલ્લા વર્ષે કાન્સમાં વિદેશી ફિલ્મોના નિર્માણ માટે પ્રોત્સાહન યોજનાનું એલાન કરવામાં આવ્યુ હતું. જેમાં દેશમાં ફિલ્મ નિર્માણ માટે થતા ખર્ચના 30 ટકા સુધીની ભરપાઈની ઓફર કરવામાં આવી હતી જે 2.5 કરોડ રૂપિયા સુધી મર્યાદિત હતી.

આ વખતે અમે કેટલીક નવી પહેલ કરી રહ્યા છે- ઠાકુર 

મંત્રીએ કહ્યું કે ગયા વર્ષે અમે કેટલીક નવી પહેલ કરી હતી અને આ વખતે પણ અમે કેટલીક નવી પહેલ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે આ વખતથી IFFI શ્રેષ્ઠ વેબ સિરીઝને OTT એવોર્ડ આપશે. તે ભારતમાં ઓરિજન્લ કન્ટેન્ટ નિર્માતાઓની પરિવર્તનકારી ભૂમિકાની સ્વીકૃતિને વધારશે.

આ સાથે જ 5,000 ફિલ્મો અને ડોક્યુમેન્ટ્રીને ડિજિટલ કરવામાં આવશે

અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, અમે તમને નેશનલ ફિલ્મ હેરિટેજ મિશન હેઠળ NFDC અને NFAI દ્વારા મંજૂર કરાયેલ શ્રેષ્ઠ કૃતિઓના સાત વર્લ્ડ પ્રીમિયર બતાવવા જઈ રહ્યા છીએ. અનુરાગ ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે, આ મિશન હેઠળ 5,000 ફિલ્મો અને ડોક્યુમેન્ટ્રીને રિસ્ટોર અને ડિજિટલ કરવામાં આવશે.


Google NewsGoogle News