બોર્ડર ટૂનાં દિગ્દર્શન માટે અનુરાગ સિંહને ઓફર
મુંબઇ : 'બોર્ડર ટૂ' ફિલ્મ માટે 'કેસરી' જેવી વોર ફિલ્મના અનુભવી દિગ્દર્શક અનુરાગ સિંહનો સંપર્ક કરાયો છે.
મૂળ 'બોર્ડર' ફિલ્મ જે.પી. દત્તાએ બનાવી હતી. આ વખતે જે.પી.દત્તાએ જંગી બજેટ માટે ટી સીરીઝ ફિલ્મસનો નાણાંકીય સહયોગ મેળવ્યો છે. જોકે, તેઓ પોતે દુગ્દર્શન કરવાના નથી. આથી નિર્માતાઓએ વોર ફિલ્મના સબ્જેક્ટને સારી રીતે હેન્ડલ કરી ચૂકેલા અનુરાગ સિંહનો સંપર્ક કર્યો છે.
બીજી તરફ કાસ્ટિંગ માટે પણ વાતચીત ચાલુ છે. આયુષ્યમાન ખુરાના ફાઈનલ મનાય છે. સની દેઓલે ફિલ્મ હજુ સાઈન કરી નથી પરંતુ તેના વિના 'બોર્ડર'નો બીજો ભાગ કલ્પી શકાય તેમ નથી. આ ઉપરાંત બીજા કેટલાય કલાકારો સાથે વાતચીત ચાલી રહી છે.