ફિલ્મી દુનિયા નહીં છોડે અનુરાગ કશ્યપ, અફવાઓ મુદ્દે કહ્યું- હું શાહરુખ ખાન કરતાં પણ વ્યસ્ત છું
Anurag Kashyap: અનુરાગ કશ્યપ પોતાની બોલ્ડ ફિલ્મો અને આકરી પ્રતિક્રિયા આપવા માટે જાણીતા છે. હાલમાં જ તેમણે પોતાની ઈન્ડસ્ટ્રી છોડી દેવાની અફવા પર ભડકી ગયા હતા. માર્ચ 2025માં અનુરાગે મુંબઈને અલવિદા કહી દીધું અને અન્ય શહેરમાં પોતાનું નવું ઠેકાણું શોધી લીધી હતું. આ ખબરથી તુરંત ખળભળાટ મચી ગયો અને લોકો આશંકા વ્યક્ત કરવા લાગ્યા કે, અનુરાગે ફિલ્મ મેકિંગને હંમેશા માટે છોડી દીધું છે. જોકે, હવે અનુરાગે આ અફવાને નકારી દીધી છે.
આ પણ વાંચોઃ જાણીતી અભિનેત્રી માટે સુંદરતા જ અભિશાપ બની ગઈ, સાચો પ્રેમ પણ ન મળ્યો, અનેકવાર રિજેક્ટ થઇ
એક્સ પર આપ્યો જવાબ
અનુરાગ કશ્યપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, 'મેં ફક્ત શહેર બદલ્યું છે, ફિલ્મ મેકિંગ નથી છોડ્યું. જે લોકો એવું વિચારે છે કે, હું હતાશ થઈને જતો રહ્યો છું તેમને જણાવી દઉ કે, હું અહીં જ છું અને શાહરૂખ ખાન કરતા પણ વધારે વ્યસ્ત છું. મારી પાસે 2028 સુધીની તારીખ બુક છે. આ વર્ષે મમારી પાંચ ફિલ્મો રિલીઝ થઈ શકે છે, અથવા કદાચ ત્રણ આ વર્ષે અને બે આવા વર્ષે આવવાની આશા છે. હું દર ત્રણ પ્રોજેક્ટને નકારી દઉ છું.'
મુંબઈ છોડવાનું કારણ જણાવ્યું
નોંધનીય છે કે, અનુરાગ કશ્યપે એક ઈન્ટરવ્યુમાં અનુરાગે મુંબઈ છોડવાનું કારણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, 'ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો માહોલ હવે ઝેરીલો થઈ ગયો છે દરેકને 500 અથવા 800 કરોડની ફિલ્મ બનાવવી છે. રચનાત્મકતા ખોવાઈ ગઈ છે. શહેર ફક્ત ઈમારતોથી નથી પરંતુ, અહીંના લોકોથી બને છે. પરંતુ, અહીં લોકો તમને નીચે ખેંચે છે.'