ટીવી શૉથી જાણીતા અભિનેત્રીનું પોલિટિક્સમાં 'ડેબ્યૂ': રૂપાલી ગાંગુલી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા
Rupali Ganguly joins BJP: 'અનુપમા'થી શોથી ટીવી ઈન્ડસ્ટ્રીની ટોચનાં અભિનેત્રી બનેલા રૂપાલી ગાંગુલી પોતાના જોરદાર અભિનયથી ઘર-ઘરમાં જાણીતા બન્યાં છે. કોરોના કાળમાં આ શોએ ઘણા રેકોર્ડ તોડ્યા હતા અને સૌથી વધુ જોવાયેલો શો પણ બન્યો હતો. જયારે હવે આ શો સૌથી વધુ લોકપ્રિય છે. આ શોના કારણે રૂપાલી ગાંગુલી ચર્ચામાં રહે છે, પણ હાલ તેની રાજનીતિમાં એન્ટ્રી ચર્ચાનો વિષય બની છે.
ભાજપમાં જોડાયા રૂપાલી ગાંગુલી
રૂપાલી ગાંગુલી આજે વિનોદ તાવડે અને અનિલ બલુનીની હાજરીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે. આ દરમિયાન તેમનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બીજેપી પાર્ટીના લોકો તેમનું સ્વાગત કરતા જોવા મળે છે.
પીએમ મોદી સાથે અભિનેત્રીનું ખાસ કનેક્શન
રૂપાલી ગાંગુલીએ તેના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અનુપમાના પાત્ર માટે કામ કરતી વખતે તેણે પીએમ મોદીની મદદ લીધી હતી. તેણીએ પીએમ મોદીની ગુજરાતી ભાષામાંથી અનુપમાના ઉચ્ચાર શીખ્યા હતા. માત્ર પીએમ મોદી જ નહીં પરંતુ તેમણે ગુજરાતી ઉચ્ચાર શીખવા માટે પાડોશીની મદદ પણ લીધી હતી. રૂપાલી પીએમ મોદીની મોટી ફેન છે. તાજેતરમાં, અભિનેત્રીએ એક લાંબી પોસ્ટ શેર કરતી વખતે, પીએમ સાથેની તેની મુલાકાત વિશે જણાવ્યું હતું.
કોણ છે રૂપાલી ગાંગુલી?
રૂપાલી ગાંગુલીએ 1985માં માત્ર 7 વર્ષની ઉંમરમાં તેના પિતા અનિલ ગાંગુલીની ફિલ્મ 'સાહેબ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે 2000 માં ટેલિવિઝન ડેબ્યૂ કર્યું. તે પહેલીવાર સિરિયલ 'સુકન્યા'માં જોવા મળ્યા હતાં.