અનુપમ ખેરે પોતાના જન્મદિવસ પર ચાહકોને આપી ભેટ, Tanvi The Great ફિલ્મથી ડાયરેક્શનમાં કરશે કમબેક

Updated: Mar 7th, 2024


Google NewsGoogle News
અનુપમ ખેરે પોતાના જન્મદિવસ પર ચાહકોને આપી ભેટ, Tanvi The Great ફિલ્મથી ડાયરેક્શનમાં કરશે કમબેક 1 - image


Image Source: Twitter

મુંબઈ, તા. 07 માર્ચ 2024 ગુરૂવાર

નેશનલ એવોર્ડ વિનિંગ એક્ટર અનુપમ ખેર બોલીવુડમાં પોતાની દમદાર એક્ટિંગથી જાણીતા છે. તેમણે પોતાના અત્યાર સુધીના કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મો કરી છે અને ઘણા યાદગાર રોલ નિભાવ્યા છે. અનુપમ આજે 7 માર્ચે પોતાનો 69 મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યા છે. આ અવસરે એક્ટરે ચાહકોને મોટી ભેટ આપતા પોતાની નવી ડાયરેક્શનલ ફિલ્મની એનાઉન્સમેન્ટ કરી દીધી છે.

અનુપમ ખેરે પોતાની ફિલ્મ માટે માતા પાસે માંગ્યા આશીર્વાદ

અનુપમ ખેરે આજે પોતાના બર્થ ડે ના અવસરે અનુપમ ખેર સ્ટુડિયોના બેનર હેઠળ પોતાની આગામી ડાયરેક્ટેડ ફિલ્મ 'તન્વી ધ ગ્રેટ' ની જાહેરાત કરી દીધી છે. અનુપમ ખેરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની આગામી ડાયરેક્ટેડ ફિલ્મની જાહેરાત કરતા એક ઈમોશનલ વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં એક્ટર પોતાની માતા સાથે આ નવી યાત્રા પર નીકળવા માટે તેમના આશીર્વાદ માંગતા નજર આવી રહ્યા છે. વીડિયોમાં અનુપમ પોતાની માતાને કહે છે. તમે મને અને આ પિક્ચરમાં તમામ કામ કરનારને આશીર્વાદ આપો. તેમની માતા વધુમાં કહે છે, ખૂબ સારુ રહેશે. ભવિષ્યમાં ખૂબ સારી રહેશે. બધુ સારુ સારુ થાય, મારા આશીર્વાદ છે.

અનુપમ ખેર આ ખાસ દિવસે શરૂ કરશે ફિલ્મનું શૂટિંગ

આ સાથે અનુપમ ખેરે પોસ્ટમાં ફિલ્મની એનાઉન્સમેન્ટ કરતા લખ્યુ છે, તન્વી ધ ગ્રેટ: આજે પોતાના જન્મદિવસ પર હુ ગર્વથી તે ફિલ્મના નામની જાહેરાત કરુ છુ જે મે ડાયરેક્ટેડ કરવાનો નિર્ણય કર્યો છે. અમુક કહાનીઓ જે પોતાનો માર્ગ શોધી લે છે અને તમને આ દુનિયાની સાથે શેર કરવા માટે મજબૂર કરી દે છે. અને સૌથી સારી રીત જે મે શરૂ કરવા વિશે વિચારી તે છે હુ મારી માતાના મંદિરમાં જઈને તેમના આશીર્વાદ લઈ લઉ અને મારા પિતાની તસવીર પણ મને આશીર્વાદ આપે. 

છેલ્લા ત્રણ વર્ષથી જુસ્સો, હિંમત, નિર્દોષતા અને આનંદની આ મ્યૂઝિકલ કહાની પર કામ કરી રહ્યો છુ અને ફાઈનલી કાલે મહાશિવરાત્રિના શુભ દિવસ પર શૂટિંગ શરૂ થશે. જન્મદિવસ પોતાને પડકાર આપવાનો સૌથી સારો દિવસ છે. પ્લીઝ મને પોતાનો પ્રેમ, શુભકામનાઓ અને આશીર્વાદ મોકલો, ॐ नमः शिवाय!, તન્વી ધ ગ્રેટ મ્યૂઝિકલ, ફિલ્મ, જુસ્સો, હિંમત અનુપમ ખેર સ્ટુડિયો.'' 

અનુપમે પોતાની દમદાર અદાકારીથી લોકોના દિલમાં સ્થાન મેળવ્યુ

ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર લગભગ ચાર દાયકાથી ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. અનુપમ ખેરે પોતાની શાનદાર એક્ટિંગ સ્કિલથી બોલીવુડના ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યુ છે. ગંભીર પાત્રોથી લઈને આઈકોનિક ડાયલોગ બોલવા સુધી, અનુપમ ખેરે ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક ખાસ છાપ છોડી છે. આ વર્સેટાઈલ એક્ટરે 500થી વધુ ફિલ્મોમાં પોતાની દમદાર એક્ટિંગથી લોકોના હૃદયમાં સ્થાન બનાવ્યુ છે. તેમની નવી ક્લાસિક ફિલ્મોમાં દિલવાલે દુલ્હનિયા લે જાએંગે, અ વેડનસડે, સૂર્યવંશમ અને ધ કાશ્મીર ફાઈલ્સ સામેલ છે. 


Google NewsGoogle News