Get The App

નસીરુદ્દીન સાથે અનુપમ ખેરનો કેમ થયો હતો ઝઘડો? ચાર વર્ષ બાદ કહ્યું- 'તેઓ મારા પર અંગત ટિપ્પણી...'

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
Anupam Kher & Naseeruddin Shah


Anupam Kher on Naseeruddin Shah: અનુપમ ખેર અને નસીરુદ્દીન શાહ, બંને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. બંનેએ 2008ની ફિલ્મ 'અ વેનસેડે' સહિત અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આ ઉપરાંત વાસ્તવિક જીવનમાં પણ, નસીરુદ્દીન શાહ સ્પષ્ટવક્તા અને તેમના રાજકીય વિચારો શેર કરવા માટે જાણીતા છે. 

2020માં એક ઈન્ટરવ્યુમાં નસીરુદ્દીન શાહે અનુપમ ખેરને જોકર અને ચાપલૂસ કહ્યા હતા, જેના કારણે બંને કો-સ્ટાર્સ વચ્ચે કોલ્ડ વોર શરૂ થઈ ગઈ હતી. જો કે આ વિવાદ બાદ જયારે બંને એકબીજાને મળ્યા ત્યારે બંને ગળે પણ મળ્યા હતા. હવે ચાર વર્ષ બાદ અનુપમ ખેરે એક ઈન્ટરવ્યૂમાં આ મામલે ખુલાસો કર્યો છે. જેથી આ મુદ્દા પર ફરી ચર્ચા શરુ થઈ છે. 

નસીર સાહેબને જવાબ આપવો જરૂરી હતો

ઈન્ટરવ્યૂ દરમિયાન જ્યારે અનુપમ ખેરને પૂછવામાં આવ્યું કે, 'જ્યારે એક સાથે કામ કરતા બે મિત્રો અથવા બે લોકો અલગ-અલગ રાજકીય મંતવ્ય ધરાવતા હોય ત્યારે શું થાય છે?' તેના જવાબમાં અભિનેતાએ કહ્યું કે, 'મેં ક્યારેય અંગત સંબંધો બગાડ્યા નથી. મને નસીર સાહબ માટે ખૂબ માન છે. પરંતુ, જ્યારે તેઓએ મારા પર અંગત ટિપ્પણી કરી, ત્યારે મને લાગ્યું કે તેમને જવાબ આપવો જરૂરી છે. મેં ભગવત ગીતા વાંચી છે. તેમાં જ્યારે કૃષ્ણે અર્જુનને કહ્યું કે, આ તારો પરિવાર નથી, તારે આ કરવું પડશે. તેથી મારે પણ સત્ય કહેવું પડ્યું.

આ પણ વાંચો: તારી ઓકાત નથી...: ફ્લોપ ફિલ્મો બાદ પ્રોડ્યુસરની વાત સાંભળી રડી પડ્યો હતો અક્ષય કુમાર

બંને વચ્ચે શું અને શા માટે થયો હતો વિવાદ?

2020માં ફિલ્મ 'છપાક'ના પ્રમોશન દરમિયાન, દીપિકા પાદુકોણ JNUમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે ઉભી જોવા મળી હતી. આના પર અનુપમ ખેરે દીપિકાનો વિરોધ કર્યો હતો તો નસીરુદ્દીન શાહ તેના પક્ષમાં હતા. આ દરમિયાન નસીરુદ્દીન શાહે અનુપમ ખેરને ચાપલૂસ અને જોકર પણ કહ્યા હતા તેમજ એવું પણ કહ્યું હતું કે,'તે અનુપમના લોહીમાં છે, તેને ગંભીરતાથી ન લેવો જોઈએ.'

આ બાબતે અનુપમ ખેરે શું જવાબ આપ્યો?

નસીરુદ્દીન શાહના આ નિવેદન પર અનુપમ ખેરે પણ તીખી પ્રતિક્રિયા આપી હતી. અનુપમે અભિનેતાને હતાશ ગણાવતા કહ્યું હતું કે, 'નસીર સાહેબ, મેં ક્યારેય તમારી અને તમારી વાતને ગંભીરતાથી લીધી નથી. આટલી સફળતા હાંસલ કરવા છતાં તમે તમારું આખું જીવન ફ્રસ્ટ્રેશનમાં વિતાવ્યું છે.

નસીરુદ્દીન સાથે અનુપમ ખેરનો કેમ થયો હતો ઝઘડો? ચાર વર્ષ બાદ કહ્યું- 'તેઓ મારા પર અંગત ટિપ્પણી...' 2 - image


Google NewsGoogle News