એક સમયે કાજોલ, ઐશ્વર્યા, કરીશ્મા, જુહી કરતાં પણ વખણાતી અભિનેત્રીની કારકિર્દી એકઝાટકે પતી ગઇ
Anu Aggarwal: વર્ષ 1988માં અનુ અગ્રવાલે બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.90ના દાયકાની સુપરહિટ ફિલ્મ 'આશિકી'થી ખૂબ જ લોકપ્રિયતા મેળવનારી અનુ અગ્રવાલ ફિલ્મ રિલીઝ થયા બાદ રાતોરાત સુપરસ્ટાર બની ગઈ હતી. પરંતુ એક ભયાનક અકસ્માતે તેનું જીવન બદલી નાખ્યું હતું. હવે તે ઝૂંપડપટ્ટીમાં યોગ શીખવે છે.
એક જ ફિલ્મથી તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી
અનુ 90ના દાયકાની સુપરહિટ ફિલ્મ 'આશિકી'થી ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી. તેણે ઇન્ડસ્ટ્રી પર રાજ કરવાનું શરૂ કર્યું. તેમજ તેને એક પછી એક એમ વધુ ફિલ્મોની ઓફર મળતી ગઈ. પરંતુ એક અકસ્માતને કારણે તેની કારકિર્દી એકઝાટકે પતી ગઇ.
અભિનયની શરૂઆત શાળાના દિવસોથી જ કરી દીધી હતી
અનુ અગ્રવાલે શાળાના દિવસોથી જ અભિનયની શરૂઆત કરી હતી. તે દિલ્હી યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રમાં ગોલ્ડમેડાલીસ્ટ હતી. મોડલિંગમાં થોડો સમય કામ કર્યા પછી તેને દૂરદર્શનની સીરિયલ 'ઈસી બહાને' (1988) માં અભિનય કરવાનો તક મળી, ત્યારબાદ સુપરહિટ ફિલ્મ 'આશિકી' થી અનુએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું અને તે સ્ટાર બની ગઈ.
અનુએ સુપરહિટ ફિલ્મ 'આશિકી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી, જેના પછી તેણે 'ગઝબ તમાશા', 'કિંગ અંકલ', અને 'જનમ કુંડલી' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.
બોલિવૂડના દિગ્ગજ અભિનેતાને મારી હતી થપ્પડ
અનુ અગ્રવાલે એક ફિલ્મ કરી હતી, જેનું નામ ખલ-નાયિકા હતું. ફિલ્મના એક સીન માટે તેણે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મેહમૂદને થપ્પડ મારવી પડી હતી. મહેમૂદ ઉંમર અને અનુભવ બંને રીતે ઘણો મોટા હતા. આ બાબતે અનુ કહે છે કે, 'મેહમૂદ સાથે શૂટિંગ કરવું એ એક શાનદાર અનુભવ હતો. ફિલ્મમાં એક સીન હતો જેમાં મારે તેમને થપ્પડ મારવી પડી હતી. જે થપ્પડ મારા માટે ખૂબ મુશ્કેલ હતું. મારે તેના માટે માનસિક રીતે પોતાને તૈયાર કરવાની હતી. મેહમૂદ મારા દાદાની ઉંમરના હતા, મેં તેને એટલી જોરથી થપ્પડ મારી દીધી કે મને ખૂબ જ ખરાબ લાગ્યું હતું.'
આશિકી ફિલ્મની સફળતા બાદ અનુને ઘણી ફિલ્મોની ઓફર મળવા લાગી. મેકર્સ તેને ફિલ્મ સાઈન કરવા માટે પૈસા ભરેલી બેગ લાવવા લાગ્યા. પરંતુ 1999માં અનુ એક ગંભીર કાર અકસ્માતનો શિકાર બની હતી, જેના કારણે તે 29 દિવસ સુધી કોમામાં રહી હતી. લગભગ ત્રણ વર્ષ સુધી અભિનેત્રીની સારવાર ચાલુ રહી, પરંતુ અકસ્માતને તેને ચહેરો બગડી ગયો અને એટલો બગડ્યો કે તેને ઓળખવી મુશ્કેલ બની ગઈ હતી. આવી સ્થિતિમાં, અભિનેત્રી બોલિવૂડથી દૂર થઈ ગઈ અને તેની કારકિર્દી બરબાદ થઈ ગઈ.
અકસ્માત બાદ અનુ અગ્રવાલ યોગમાં જોડાઈ
આ પછી, 1997 માં, અનુ અગ્રવાલ 'બિહાર સ્કૂલ ઑફ યોગ' માં યોગમાં જોડાઈ અને ત્યાં કર્મયોગી તરીકે રહી. આ પછી, 1999 માં અનુએ મુંબઈ છોડીને લોકોની સેવા કરવા માટે 'સન્યાસ' લેવાનું નક્કી કર્યું. આ કાર અકસ્માત પછી અનુએ તેની કારકિર્દી અને તેના પાછલા જીવનની બધી યાદો ગુમાવી દીધી. તે 2001માં સાધ્વી બની ગઈ હતી. હાલમાં, અનુ અગ્રવાલ મુંબઈમાં રહે છે, સિંગલ છે અને યોગ કરે છે.