વધુ એક ફ્રેન્ચાઈઝી 'રેડ-ટુ' આ વર્ષના અંત સુધીમાં રીલીઝ થશે
બોલીવૂડમાં હિટ ફોર્મ્યૂલાઓનું પુનરાવર્તન
અજય દેવગણે શૂટિંગ શરુ કરી દીધું, અન્ય કલાકારો વિશે જોવાતી રાહ
મુંબઈ: બોલીવૂડ પાસે સ્ટોરી આઇડિયા ખૂટી પડયા હોવાથી જૂની હિટ ફિલ્મોની ફ્રેન્ચાઈઝીઓનો ટ્રેન્ડ ચાલી નીકળ્યો છે. હવે આ હોડમાં અજય દેવગણની 'રેઈડ ટૂ' પણ આ વર્ષના અંત સુધીમાં રીલીઝ કરવામાં આવશે.
અજયની 'રેઈડ' ૨૦૧૮માં આવી હતી. તે પછી હવે છ વર્ષે તેનો બીજો ભાગ આવી રહ્યો છે. ચાલુ સપ્તાહમાં જ તેનું શૂટિંગ શરુ થઈ ગયું છે. નિર્માતાઓએ ફિલ્મ આગામી વર્ષે નવેમ્બરમાં રીલીઝ કરવાની સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે.
દેખીતી રીતે અજય દેવગણ ફરી આઈઆરએસ અધિકારીની ભૂમિકા ભજવશે. જોકે, ફિલ્મના બાકીના કલાકારો વિશે હજુ જાહેરાત થઈ નથી.
અજય દેવગણની 'સિંઘમ' સીરીઝની નવી ફિલ્મ પણ આ વર્ષે રીલીઝ થવાની છે. તેમાં પણ અજય પોલીસ અધિકારીની ભૂમિકા ભજવતો જોવા મળશે.