Get The App

અલ્લુ અર્જુનના વધુ એક ફેનનું મોત, 'પુષ્પા 2' જોવા ગયેલા યુવકનો થિયેટરમાં મળ્યો મૃતદેહ

Updated: Dec 11th, 2024


Google NewsGoogle News
અલ્લુ અર્જુનના વધુ એક ફેનનું મોત, 'પુષ્પા 2' જોવા ગયેલા યુવકનો થિયેટરમાં મળ્યો મૃતદેહ 1 - image


Image: Facebook

Allu Arjun Fan Death: સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2' એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. બીજી તરફ ચાહકના મોતનો મામલો હજુ સુધી શાંત થયો નહોતો કે હવે બીજા ચાહકના મોતના સમાચારે સૌને ચોંકાવી દીધા છે. 4 ડિસેમ્બરે એક મહિલાના મોતના લગભગ એક અઠવાડિયા બાદ પુષ્પા 2 ની સ્ક્રીનિંગમાં બીજા ચાહકનું મોત નીપજ્યું. સોમવારે મેટિની શો દરમિયાન આંધ્ર પ્રદેશમાં 35 વર્ષની વ્યક્તિ મૃત અવસ્થામાં મળી. જેને લઈને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

કલ્યાણદુર્ગમના ડીએસપીએ જણાવ્યું કે '35 વર્ષીય હરિજન મધાનપ્પાને સોમવારે સાંજે લગભગ 6 વાગે થિયેટરના સફાઈ કર્મચારીઓએ મૃત અવસ્થામાં જોયો. તે બપોરે લગભગ 2.30 વાગે રાયદુર્ગમમાં નશાની હાલતમાં ફિલ્મનો મેટિની શો જોવા ગયો હતો. પોલીસ હજુ પણ તેના મોતના કારણની તપાસ કરી રહી છે.'

આ પણ વાંચો: EX હસબન્ડના લગ્નથી દુઃખી છે જાણીતી અભિનેત્રી, કહ્યું - એકલતા દૂર કરવા પાર્ટનરની જરૂર...

પુષ્પા 2 જોવા ગયેલા ચાહકનું મોત નીપજ્યું

પોલીસે ચાહકના મોત પર નિવેદન જારી કરતાં જણાવ્યું કે 'હજુ સુધી કંઈ પણ સ્પષ્ટ નથી કે મૃતકનું મૃત્યું ક્યારે થયું અને કેવી રીતે થયું. મૃતક ચાર બાળકોનો પિતા છે. તેને દારૂની લત હતી. તે નશાની હાલતમાં જ થિયેટર આવ્યો હતો. એટલું જ નહીં. થિયેટરની અંદર પણ દારૂ પીધો હતો. પોલીસે હાલ કેસ નોંધ્યો છે.'

25 લાખ આપવાની જાહેરાત

અલ્લુ અર્જુન અને પુષ્પા 2 ના ડાયરેક્ટર સુકુમારે માફી માગી. સાથે જ સમગ્ર ઘટના વિશે જણાવ્યું. આ સિવાય અલ્લુ અર્જુને 25 લાખ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી હતી. 


Google NewsGoogle News