તાપસી પન્નુ અને અનુરાગ કશ્યપની ફિલ્મની ઘોષણા
- આ એક નવા યુગની થ્રિલર ફિલ્મ હશે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 12 ફેબ્રુઆરી 2021, શુક્રવાર
એકતા કપૂર અને અનુરાગ કશ્યપ પોતાના નવા પ્રોજેક્ટ દોબારા માટે ફરી એક સાથે કામ કરવાના છે. આ ફિલ્મમાં તાપસી પન્નુ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે અને અનુરાગ આ નવા યુગની થ્રિલર ફિલ્મનું દિગ્દર્શન કરશે.
આ ફિલ્મનું નિર્માણ એકતા કપૂર અને કલ્ટ મુવીઝ ભેગા મળીને કરી રહ્યા છે. જેનું દિગ્દર્શન અનુરાગનું છે. અનુરાગે જણાવ્યું હતુ ંકે, હું ફિલ્મ દોબારા સાથે એક નવી વાર્તા પેશ કરવાના પ્રયાસ માટે ઉત્સાહિત છું.હું અને તાપસી ત્રીજી વખત સાથે કામ કરશું. આ વખતે અમે એક થ્રિલર્સ પર સાથે કામ કરવાના છીએ.
તાપસીએ જણાવ્યુ ંહતુ ંકે, આ એક અનોખી થ્રિલર હશે. મારી અત્યાર સુધીની કારકિર્દી દરમિયાનથ્રિલર જોનર સાથે હું ભાગ્યશાળી રહી ું અને આ વખતે પણ સ્વયંને આગળ વધારવા માટેપ્ત્પર છું. જોકે હું એકતા કપૂર જેવી નિર્માત્રી સાથે પ્રથમ વખત કામ કરી રહી છું. તેથી મને આશા છે કે મારો આ અનુભવ યાદગાર રહેશે.