હમરાઝ-ટુ બનાવવાની જાહેરાત, બોબી, અક્ષય ખન્ના રિપીટ થશે

Updated: Feb 9th, 2024


Google NewsGoogle News
હમરાઝ-ટુ બનાવવાની જાહેરાત, બોબી, અક્ષય ખન્ના રિપીટ થશે 1 - image


- ફિલ્મની હિરોઈન અમીષા વિશે નિર્ણય નહીં

- 22 વર્ષ પછી બીજો ભાગ બનશે, ફિલ્મની સ્ક્રિપ્ટ પણ તૈયાર થઈ ગઈ

મુંબઇ : બોબી દેઓલ, અક્ષય ખન્ના અને અમીષા પટેલની ૨૦૦૨ની હિટ ફિલ્મ 'હમરાઝ'નો હવે બીજો ભાગ બની રહ્યો છે. તેમાં બોબી દેઓલ અને અક્ષયને જ રિપીટ કરાયા હોવાનું કહેવાય છે. 

જોકે, ફિલ્મની હિરોઈન અમીષા પટેલને રીપીટ કરાશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. 

અહેવાલો અનુસાર ફિલ્મ સર્જક અબ્બાસ મસ્તાનની જોડીએ ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઈનલ કરી દીધી છે.  મૂળ ફિલ્મની જેમ જ બીજો ભાગ પણ એક થ્રીલર હોવાની સંભાવના છે. 

૨૦૦૨માં રીલીઝ થયેલી 'હમરાઝ' ૧૫ કરોડના બજેટમાં બની હતી. તે વખતે તેણે આશરે ૩૦ કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મમાં અક્ષય ખન્નાની ભૂમિકાની ભારે પ્રશંસા થઈ હતી અને તેણે એવોર્ડઝ પણ મેળવ્યા હતા. 


Google NewsGoogle News