Get The App

અંકિતા લોખંડેએ વિક્કી જૈન નહીં પરંતુ આ શખ્સ સાથે સેલિબ્રેટ કર્યો વેલેન્ટાઈન ડે

Updated: Feb 15th, 2024


Google NewsGoogle News
અંકિતા લોખંડેએ વિક્કી જૈન નહીં પરંતુ આ શખ્સ સાથે સેલિબ્રેટ કર્યો વેલેન્ટાઈન ડે 1 - image


Image Source: Facebook

મુંબઈ, તા. 15 ફેબ્રુઆરી 2024 ગુરૂવાર

ગઈકાલે 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન દિવસ હતો જેને સામાન્યથી લઈને ખાસ લોકોએ શાનદાર રીતે સેલિબ્રેટ કર્યો. આ દિવસે અંકિતા લોખંડે પોતાના વેલેન્ટાઈન સાથે નજર આવી પરંતુ તે તેમના પતિ વિક્કી જૈન નહોતા. અંકિતા લોખંડેના વેલેન્ટાઈન બીજુ કોઈ છે. 

કોણ છે અંકિતા લોખંડેના વેલેન્ટાઈન? 

અંકિતા લોખંડેએ કહ્યુ, મારા વેલેન્ટાઈન મારા નાની છે, નાની, મમ્મી, માસી... કેટલા લોકો છે. જે બાદ અંકિતા કહે છે કે મીટ માય વેલેન્ટાઈન પછી અંકિતા કહે છે કે ફેમિલી વેલેન્ટાઈન, પ્રેમ અને તે સૌની સાથે પોઝ આપતી નજર આવે છે. 

સોશિયલ મીડિયા પર યૂઝર્સ આવી કમેન્ટ્સ કરી રહ્યા છે

હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયો પર યૂઝર્સ પણ ખૂબ કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યૂઝરે આની પર કમેન્ટ કરતા લખ્યુ કે ઓ સંસ્કારી અંકિતા જી. એક બીજા યૂઝરે લખ્યુ કે બિગ બોસ બાદ મેડમને પોતાની ઓલ્ડ એજ ફેમિલી નજર આવી રહી છે. આ સિવાય યૂઝર્સ પોત-પોતાના રિએક્શન આ વીડિયો પર શેર કરી રહ્યા છે. 


Google NewsGoogle News