ANIMALની સિક્વલ ANIMAL PARKનું એલાન, ફિલ્મના અંતમાં થયું એનાઉન્સ

Updated: Dec 1st, 2023


Google NewsGoogle News
ANIMALની સિક્વલ ANIMAL PARKનું એલાન, ફિલ્મના અંતમાં થયું એનાઉન્સ 1 - image


Image Source: Twitter

મુંબઈ, તા. 01 ડિસેમ્બર 2023 શુક્રવાર

રણબીર કપૂરની એનિમલે ડિસેમ્બરની ધમાકેદાર શરૂઆત કરી દીધી છે. મહિનાના પહેલા જ દિવસે થિયેટર્સમાં ખૂબ ભીડ થઈ રહી છે અને જનતા ફિલ્મ એન્જોય કરી રહી છે. ફિલ્મના ટીઝર-ટ્રેલરથી જ રણબીર જે રીતે ગેંગસ્ટર અવતારમાં નજર આવી રહ્યા હતા તેનાથી ફિલ્મના ચાહકો ખૂબ એક્સાઈટેડ હતા.

આ માહોલે એનિમલને ધાંસૂ એડવાન્સ બુકિંગ પણ અપાવ્યુ છે અને આ ફિલ્મ પહેલા જ દિવસથી બોક્સ ઓફિસ રેકોર્ડનો વરસાદ કરવા માટે તૈયાર નજર આવી રહી છે.

જો તમે પણ રણબીર કપૂરના ચાહક છો અને એનિમલમાં તેમનો ગેંગસ્ટર અંદાજ પસંદ કરી રહ્યા છો તો તમારા માટે એક મોટી ખબર છે. એનિમલ એક સોલો ફિલ્મ નથી એટલે તેની સીક્વલ પણ આવવાની છે અને આનું કન્ફર્મેશન તમને ફિલ્મમાં જોવા મળશે. 

એનિમલના એન્ડમાં કન્ફર્મ થઈ સીક્વલ

એનિમલની સોશિયલ મીડિયા ટીમે રાત્રે જ ચાહકોને રિક્વેસ્ટ કરી હતી કે ફિલ્મના પોસ્ટ ક્રેડિટ સીન મિસ ન કરો. સ્પોઈલર ન આપવાની શરત પર અમે તમને માત્ર એટલુ જ જણાવી રહ્યા છીએ કે પોસ્ટ ક્રેડિટ સીનમાં ફિલ્મની સીકવલનું એનાઉન્સ કરવામાં આવ્યુ છે. ફિલ્મના અંતમાં તેનુ ટાઈટલ પણ રિવીલ કરવામાં આવ્યુ છે. એનિમલના સીકવલનું નામ એનિમલ પાર્ક રાખવામાં આવ્યુ છે. 

ડાયરેક્ટરે સેટ કરી સીકવલની કહાની

ટ્રેલરથી જ સ્પષ્ટ હતુ કે એનિમલમાં રણબીરનું પાત્ર પોતાના પિતા પર હુમલો કરનારનો બદલો લેવા અંગે છે. પોતાના પિતાને ખૂબ પ્રેમ કરનાર આ પાત્ર, તેના દુશ્મનનું ગળુ પોતાના હાથે કાપવાનું નક્કી કરી ચૂક્યુ છે પરંતુ બદલાની કહાનીઓ આટલી જલ્દી ખતમ થતી નથી.

એનિમલ જોતા તમને જાણ થશે કે ફિલ્મમાં હીરો અને વિલનનું કનેક્શન ખૂબ જૂનુ છે અને આ કનેક્શનના કારણે જ આ બદલાની ઈંટેંસિટી પણ ખૂબ જોરદાર છે. એનિમલના પોસ્ટ ક્રેડિટ સીનમાં ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ સીકવલને ખૂબ દમદાર રીતે સેટ કર્યા છે. આને જોયા બાદ તમે પણ એનિમલ પાર્કની રાહ જોવા લાગશો. 

એનિમલ જોયા બાદ તો તમને સીકવલ એનિમલ પાર્કની જાણકારી અને કહાનીનો સેટએપ ખબર પડી જ જશે પરંતુ હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે મેકર્સની તરફથી સીકવલની સત્તાવાર જાહેરાત ક્યારે થશે અને તેની રિલીઝ ડેટ કઈ હશે.


Google NewsGoogle News