રણબીર કપૂરની એનિમલની સીકવલ એનિમલ પાર્ક વધુ ખૂનખાર હશે

Updated: Dec 8th, 2023


Google NewsGoogle News
રણબીર કપૂરની એનિમલની સીકવલ એનિમલ પાર્ક વધુ ખૂનખાર હશે 1 - image


- દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગાએ કરી સ્પષ્ટતા

મુંબઇ : સંદીપ રેડ્ડી વાંગાની રણબીર કપૂરની એનિમલ ફિલ્મ બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી રહી છે. 

હવે આ ફિલ્મની સીકવલ એનીમલ પાર્ક બનવાની છે જેની ઘોષણા સંદીપ રેડ્ડી વાંગાએ કરી દીધી છે. એનિમલ ફિલ્મના કલેકશન માટે રૂપિયા ૧૦૦૦ કરોડનો દાવો કરવામાં આવ્યો છે. આ ફિલ્મ આ આંકડો સરળતાથી વટાવી જશે તેમ નિષ્ણાંતોનું કહેવું છે. 

સંદિપ રેડ્ડી વાગાએ જણાવ્યું હતું  કે, અમિનલ પાર્ક ને હું વધુ ખૂનખાર બનાવીશ તેવો વાદો દર્શકો સાથે કરું છું. એટલુ ંજ નહીં ફિલ્મની વાર્તા અને કેરેકટરને પણ વધુ ઇન્ટેસ  બનાવવામાં આવશે. દિગ્દર્શકે દર્શકોને પ્રોમીસ કર્યું છે કે, એનિમલ પાર્કમાં વધુ હિંસા જોવા મળશે. સંંદીપ રેડ્ડી વાંગાએ એનિમન ફિલ્મને મળી રહેલી સકારાત્મક પ્રતિક્રિયા પર કહ્યું છે કે, આ સીકવલને તે વધુ હિંસક બનાવાવનો વિચાર કરી રહ્યા છે. એનિમલ પાર્કમાં દર્શકોને રણબીરનો રોલ હજી વધુ ભયંકર જોવા મળશે. 


Google NewsGoogle News