Animal Worldwide Collection : 4 દિવસમાં જ 'ANIMAL'નો ધમાકો! વર્લ્ડવાઈડ કર્યું 400 કરોડથી વધુનું કલેક્શન

રણબીર કપૂર સ્ટારર આ ફિલ્મ 1 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી

Updated: Dec 5th, 2023


Google NewsGoogle News
Animal Worldwide Collection : 4 દિવસમાં જ 'ANIMAL'નો ધમાકો! વર્લ્ડવાઈડ કર્યું 400 કરોડથી વધુનું કલેક્શન 1 - image
Image:Twitter

Animal Box Office Collection Day 4 Worldwide : રણબીર કપૂર અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ 'એનિમલ'એ માત્ર ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં ધૂમ મચાવી દીધી છે. દર્શકોને ફિલ્મ ખુબ જ પસંદ આવી રહી છે. આ સાથે જ ફિલ્મ જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી છે. જેના કારણે થિયેટર્સ હાઉસફુલ થઇ ગયા છે અને એનિમલ ફિલ્મ પર નોટોનો વરસાદ થઇ રહ્યો છે.

વર્લ્ડવાઈડ કલેક્શન 400 કરોડને પાર

સંદીપ રેડ્ડી વાંગાના ડાયરેકશનમાં બની આ ફિલ્મે દુનિયાભરમાં ધૂમ કમાણી કરી છે. આ ફિલ્મે વૈશ્વિક સ્તરે દર્શકોને પ્રભાવિત કર્યા છે અને આ સાથે 'એનિમલ' વિશ્વભરમાં હિટ બની છે. ચાર દિવસમાં ફિલ્મની વર્લ્ડવાઈડ કમાણીની 425 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. ફિલ્મ મેકર્સે એક્સ પર એક પોસ્ટના માધ્યમથી ફિલ્મની વર્લ્ડવાઈડ કમાણીનો ખુલાસો કર્યો છે.

સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ બનાવ્યો

રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'એ ચાર દિવસમાં ભારતમાં 241 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મે રિલીઝના પાંચમાં દિવસે એટલે કે આજે 250 કરોડનો આંકડો પાર કરી લીધો છે. એનિમલે તેના ગઈકાલના કલેક્શનથી સની દેઓલની ફિલ્મ ગદર-2ને પાછળ છોડી દીધી છે. ગઈકાલે એનિમલ ફિલ્મે 40.06 કરોડની કમાણી કરી હતી જયારે ગદર-2એ 38.70 કરોડની કમાણી કરી હતી. આ સાથે જ એનિમલે નોન-હોલિડે એટલે કે સોમવારે કોઈપણ હિન્દી ફિલ્મ માટે સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ બનાવ્યો છે.

Animal Worldwide Collection : 4 દિવસમાં જ 'ANIMAL'નો ધમાકો! વર્લ્ડવાઈડ કર્યું 400 કરોડથી વધુનું કલેક્શન 2 - image


Google NewsGoogle News