અનિલ શર્માએ દશેરાના દિવસે નવી ફિલ્મ વનવાસની ઘોષણા કરી
- જેમાં કલિયુગની રામાયણ એટલે કે પરિવારજનો દ્વારા પોતાકીને જાકારો અપાય છે તે દર્શાવામાં આવશે
મુંબઇ: અમિલ શર્માએ પોતાની આગામી ફિલ્મ વનવાસની ઘોષણા કરી છે. આ ફિલ્મને તે કલિયુગની રામાયણ કહે છે જેમાં પોતાના જ પોતાનાને વનવાસ આપે છે. આ ફિલ્મમાં નાના પાટેકર, ખૂશૂ સુંદર, ઉત્કર્ષ શર્મા, રાજપાલ યાદવ, સિમરત કૌર રંધાવા, મનીષ વાધવા અને અશ્વિની કાલસેકર સહિત અન્ય સિતારાઓ જોવા મળશે. જોકે ફિલ્મની રિલીઝ વિશે કોઇ ઘોષણા કરવામાં આવી નથી.
વનવાસ ફિલ્મ પર વાત કરતાં દિગ્દર્શકે જણાવ્યું હતું કે, રામાયણ અને વનવાસ એક અલગ જ વાર્તા છે. જ્યાં સંતાનો પોતાના માતા-પિતાને વનવાસ આપે છે. આ કળિયુગનું રામાયણ છે. જ્યાં પોતાના જ પોતાનાઓને વનવાસ આપે છે.
ફિલ્મસર્જક અનિલ શર્મો સોશિયલ મીડિયાપર એક વીડિયો શેર કરીને વનવાસ ફિલ્મની ઘોષણા કરી છે. તેણે ફિલ્મનું પ્રથમ લુક શેર કરીને લખ્યું છે કે, કહાની જિંદગી કી.. .કહાની જજ્બાત કી. કહાની અપનોંકે વિશ્વાસ કી, પૂરે પરિવાર સંગ દેખિયે પરિવાર કી ફિલ્મ વનવાસ.વીડિયોમાં રામ રામ ગીત વાગતું પણ સાંભળવા મળે છે.